તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારામાં માસ્ક અને સેનિટાઈઝેસર સસ્તા ભાવે વેચાણ કરવા સૂચન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યારા | વ્યારા નગર પાલિકા દ્વારા નગરમાં આવેલ મેડિકલ સ્ટોર ધારકો તેમજ મેડિકલનો સામાન વહેંચતા હોલસેલરોની એક મિટિંગ પ્રાંત અધિકારી હિતેશભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી. વ્યારાના તમામ મેડિકલ ધારકો ઉપસ્થિત રહ્યા હતા.વ્યારા નગર પાલિકા ખાતે પ્રાંત અધિકરી હિતેષભાઇ જોશીના અધ્યક્ષતા વ્યારાના મેડિકલ એસોસિયેશનની બેઠક યોજાઈ હતી. જેમાં વ્યારાના મામલતદાર બી. બી. ભાવસાર, વ્યારા નગર પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ મહેરનોશભાઈ જોખી, કારોબારીઅધ્યક્ષ રાકેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠક માં કોરોના વાયરસ બાબતે ચર્ચા કરી હતી. મેડિકલ ધારકોને માસ્ક તેમજ મોજા અને સેનિટાઈઝેસરના ભાવ અંગે ચર્ચા કરી હતી અને નગરજનોને માસ્ક અને ગ્લોઝ અને સેનિટાઈઝેસર સસ્તા ભાવે મળી રહે અને મુશ્કેલી નહિ પડે એવી ચર્ચાઓ કરી હતી. જોકે વ્યારામાં કેટલાંક મેડિકલમાં સેનિટાઈઝેસરની અછત વર્તાઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...