બારડોલીમાં કોરોનાના સરવે માટે આવેલી ટીમને અટકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલીમાં આશાવર્કરો અને મેડિકલની ટીમ સરવે માટે ડોર ટુ ડોર કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન અમૂક સ્થાનકિ રહીસોએ તેમને અટકાવવામાં આવ્યા હતાં.જોકે બાદમાં આગેવાનો સમજાવતા રહીશોએ સહકાર આપ્યો હતો..

તાજેતરમાં કોરોના વાયરસની ગંભીરતાને પગલે અગમચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર રાત દિવસ કામગીરી કરી રહ્યું છે. બારડોલી નગરના આશાવર્કરો તેમજ આરોગ્ય વિભાગની ટીમ ડોર ટુ ડોર આ વાયરસના લક્ષણો તેમજ વિદેશથી કોઈ આવ્યું છે. કે કેમ સહિતનો સરવેની કામગીરી કરી રહ્યાં છે. નગરના વોર્ડ નં 6માં શુક્રવારના રોજ અક્સાનગર, કબીર નગર સહિતના વિસાતરોમાં સરેવનું કામ શરૂ કરતાં અમૂક રહીશોએ આરોગ્ય વિભાગના કર્મચારીના આઈકાર્ડ સહિત હોવા છતાં તમે કોણ ? જેવા ટીમને સરેવની કામગીરી કરતાં અટકાવ્યા હતા. આ ટીમે બારડોલી મામલતદાર જિગ્નાબહેન પરમારને હકીકતથી વાકેફ કર્યા હતાં. મામલતદારે તાત્કાલિક પાલિકા પદાધિકારી, સીઓ તેમજ વોર્ડનં 6ના સભ્યોને બોલાવી મિટિંગ કરી હતી. જેમાં વોર્ડના સભ્યોને સરવેની ટીમ સાથે રહી કામગીરીમાં મદદરૂપ થવાની સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...