તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેઇન સ્નેચિંગનો રીઢો ગુનેગાર પકડાતા 9 ગુનાનો ભેદ ઉકેલાયાે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન તોડીને આંતક મચાવનાર ગુનેગાર પંકજ શકરલાલ પરમાર(રહે.પગારા ગામ, રાજસ્થાન)ને ક્રાઇમ બ્રાંચે સોસિયો સર્કલ પાસેથી પકડી પાડયો છે. વર્ષ 2016માં રાજસ્થાન ડુંગરપુર ખાતેથી તેના સાગરિત રાહુલ ઉર્ફે રીન્કુ સાથે બાઇક ચોરી સુરતમાં 9 ચેઇન સ્નેચીંગના ગુના કર્યા હતા. જેમાં અગાઉ રાહુલ પકડાયો હતો. જયારે પંકજ ભાગતો ફરતો હતો. પકંજ પરમાર સામે સુરતમાં 9 ગુના ચેઇન સ્નેચીંગના નોંધાયેલા છે. ઉપરાંત અગાઉ સુરતમાં 6 ચેઇન સ્નેચીંગના ગુનામાં પકડાયો હતો. તદઉપરાંત બાસવાડા જિલ્લામાં 14 તેમજ અમદાવાદમાં 7 ચેઇન સ્નેચીંગના ગુનાઓ પકડાયો હતો. 2010માં પાસામાં પણ જઈ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...