દાહોદના મોટીહાંડીમાં ભીષણ વાવાઝોડાથી તારાજી સર્જાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેર સહિત જિલ્લામાં આ સપ્તાહમાં બીજી વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી આશ્ચર્ય ફેલાયુ છે. આખા જિલ્લામાં મોડી રાત બાદ પરોઢે પણ વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ઝાલોદ તાલુકામાં પાંચ અને ગરબાડા
તાલુકામાં બે મીમી વરસાદ નોંધાયો હતો. ઝાલોદ તાલુકાના જ મોટીહાંડી ગામમાં વાવાઝોડાને કારણે તારાજી સર્જાઇ હતી. લીમડી પંથકમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતાં. ગુરૂવારે મોડી રાતે વડોદરા શહેરમાં કારેલીબાગ, છાણી, વારસીયા સહિતના વિવિધ વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.

ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લામાં ઠેર ઠેર વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. અંકલેશ્વરમાં ખેડૂતોનો તૈયાર પક ખેતરમાં પડેલો હતો જે પલળી ગયો હતો. ભારે પવન સાથે વડેલા વરસાદના પગલે ઝઘડિયા સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતા. સુરત શહેરમાં વહેલી સવારે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

પંચમહાલ-માહિસાગર જિલ્લામાં મોડી રાત્રે વરસાદ વરસતા ખેતી પાકને નુકશાન

ગોધરા / લુણાવાડા | ચૈત્ર માસના અાકરા તાપની જગ્યાઅે ચોમાસાનો માહોલ સર્જાતા જિલ્લાવાસીઅો ચિંતામાં મુકાઇ ગયા છે. પંચમહાલ તથા મહીસાગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાદળો સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને હવામાન વિભાગે પણ કરેલી અાગાહી પ્રમાણે પંચમહાલ તથા મહિસાગરમાં ગુરૂવારની મોડી રાત્રે કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા. ખેતરોમાં શિયાળમાં તૈયાર થયેલો પાક ચોમાસામાં વરસતો હોય તેવો વરસાદ વરસ્યો હતો અને તૈયાર થયેલો પાક ભીંજાય નહીં જાય તેના માટે પ્લાસ્ટિકની ટાડપત્રી વડે પાકને વરસાદથી બચાવવાની કોશિષ કરી હતી. પરંતુ વરસાદ પડતાં આખા વર્ષની મહેનત પર ખરેખર પાણી ફરી વળ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.

બોડેલી, નસવાડી પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો

12 ઘરની દિવાલો તૂટ, પતરાં ઉડ્યા, વીજ ટાવર પણ પડી ગયો

નસવાડી અને બોડેલી પંથકમાં મળસ્કે ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. નસવાડીમાં CCIએ ખરીદેલો 32 હજાર ક્વિન્ટલ કપાસ પલળી ગયો.
અન્ય સમાચારો પણ છે...