સુરત જિલ્લામાં હોમ કોરોન્ટાઇનનો સમય પૂર્ણ 321 લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં કોરોના વાઇરસે મહામારી સર્જી છે ત્યારે ગુજરાત રાજયનું સુરત શહેર અને જિલ્લો પણ આ વાઇરસની લપેટમાં આવવામાં બાકી રહ્યો નથી. ગુજરાત સરકારના આરોગ્યવિભાગ દ્વારા સાવચેતીના ભાગ રૂપે વિદેશથી આવેલા ભારતીયોને 14 દિવસમાટે ઘરની બહાર ન નીકળવાના આદેશ આપી આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામા આવી રહી છે. જેમાં સુરત ખાતે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં તેમજ ઘરમાં કોરોનટાઇનમાં અત્યાર સુધીમાં કુલ 631 લોકોને રાખવામા આવ્યા હતા. જેમાં 321 લોકોના હોમકોરોન્ટાઈનનો સમય પૂર્ણ થઈ ગયા છે, અને તમામના રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે. જ્યારે 310 લોકો હજુ હોમ કોરોન્ટાઇનમાં છે.

સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર એક માંગરોળ તાલુકાનાં વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણો જણાયા છે અને એક કેશ પોઝેટિવ આવ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બની કોરોના વાઇરસના પોઝેટિવ વ્યક્તિના સગા સબંધી તેમજ સંપર્કમાં આવેલ તમામને કોરોનટાઇનમાં રાખી તપાસ હાથ ધરી છે. સાથેજ અન્ય વિદેશથી આવેલા લોકો મળી કુલ 631 લોકોને પણ હોમ કોરોન્ટાઈ તેમજ સુરત આઇસોલેશન વોર્ડમાં રાખવામા આવ્યા છે. જેમાં 321 લોકોના હોમ કોરોનટાઈનનો સમય પૂર્ણ થયો છે. તેઓના કોરોના વાઇરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 310 વ્યક્તિઓ હજુ સુધી હોમ કોરોન્ટાઈમાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ છે.

કોરોનટાઇનમાં રખાયેલા એક પણ વ્યક્તિમાં કોરોના કોઈ લક્ષણો આરોગ્ય વિભાગને દેખાયા નથી. ત્યારે હાલતો સુરત જિલ્લામાં કોરોના વાઇરસનો માત્ર એક જ કેશ માંગરોળ તાલુકામાં વિદેશથી આવેલા વૃદ્ધનો પોઝેટિવ આવ્યો છે. જોકે આરોગ્ય વિભાગે પણ સાવચેતી રાખી વાઇરસને વધુ ફેલાતો અટકાવવા કમર કસી છે.

આ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો અન્ય વ્યક્તિ જાણી જશે

વાંકલ | માંગરોળ તાલુકાના મોસાલી અને વસરાવી ગામમાં વિદેશ પ્રવાસ કરી અને આવેલા અને હોમ કોરોન્ટાઈન કરાયેલા ત્રણ વ્યક્તિઓને આરોગ્ય વિભાગ દ્વારા હાથ ઉપર સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ થતું અટકાવવાના પ્રયાસરૂપે વેરાકૂઈ પ્રા. આ. કેન્દ્ર દ્વારા મોસાલી ગામમાં બે વ્યક્તિ અને વસવારી ગામના એક મળી કુલ 3 વ્યક્તિને હાથ ઉપર સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં વિદેશથી આવેલા 631 લોકો 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇનમાં રખાયા હતા

બાકીના 310 લોકો હજુ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ હોમ કોરોન્ટાઇનમાં રહેશે

કોરોનાને નાથવા લોકો ઘરમાં રહે તે જરૂરી

કોરોના વાઇરસ લોકોના સંપર્કમાં આવવાથી જ ફેલાઈ છે ત્યારે દેશના પ્રધાન મંત્રીએ સમગ્ર દેશને લોક ડાઉન કરાવી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે તો લોકો આ સૂચનાનું ચુસ્ત પણે જીલ્લામાં પાલન કરે તો સુરત જીલ્લામાં કોરોના સામેની લડતમાં ચોક્કસ પણે જીત હાસિલ કરી શકાશે એમ જણાવી આરોગ્ય વિભાગે પણ લોકોને પોત પોતાના ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તરસાડી અર્બન હેલ્થ સેન્ટરમાં થોડા દિવસ દરમિયાન વિદેશથી આવેલા લોકોને ઘરમાં જ હોમ રોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. જેમાં કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 32 જણા તરસાડી આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 19 જણાને 14 દિવસના હોમકોરન્ટાઈનમાં રહેવા જણાવ્યું હતું. આ દરમિયાન કોસંબા પ્રા. આ. કેન્દ્ર વિસ્તારમાં હાલ માત્ર 12 જણાનો 14 દિવસનો સમય બાકી છે. જ્યારે તરસાડીમાં 4 જણાનો કોરન્ટાઈનનો સમય બાકી છે. પરંતુ આ તમામ લોકોને તકેદારીના ભાગરૂપે વધુ 7 દિવસ હોમકોરન્ટાઈનમાં રહેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

તકેદારીના ભાગરૂપે વધુ 7 દિવસ હોમ કોરોન્ટાઇનમાં રખાયા

હોમ કોરોન્ટાઈન લોકોના હાથ પર સ્ટેમ્પિંગ કરાયું
અન્ય સમાચારો પણ છે...