કોરોનામાં નવસારી તંત્રને રાહત, તમામ 9 કેસ નેગેટિવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં શંકાસ્પદ કોરોનાના લેવાયેલ તમામ 9 સેમ્પલ નેગેટિવ આવતા તંત્રને હાશ થઈ છે.

નવસારી જિલ્લામાં અગાઉ શંકાસ્પદ કોરોનાના લેવાયેલ ત્રણેય સેમ્પલ નેગેટિવ આવ્યા બાદ વધુ 6 સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા .જોકે આ પાંચના રિપોર્ટ પણ નેગેટિવ જ આવતા હાશ થઈ છે.આમ અત્યાર સુધીના તમામ 9 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક સેમ્પલ રિજેક્ટ થયો હતો. વધુમાં ગુરુવારે એક શંકાસ્પદ કેસનો સેમ્પલ લઈ ચકાસણીમાં મોકલવામાં આવ્યો છે,જેનો રિપોર્ટ બાકી છે. એક સેમ્પલ રિજેક્ટ થયો હતો.

બીજી તરફ જિલ્લામાં હોમ કોરન્ટાઇનની સંખ્યા પણ ઘટી છે.બુધવારે આક 650 જેટલો હતો,જે ઘટીને ગુરુવારે 587 થયો હતો.અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 702 વિદેશી પેસેન્જરોએ તો હોમ કોરોન્ટાઇનનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન સમય પૂરો કરી દીધો છે. હાલ એકમાત્ર દર્દી ચકાસણી હેઠળ છે. જિલ્લામાં કોરોનાને લઇ જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે અને તમામને ઘરમાં જ રહી સ્વસ્થ રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવી રહ્યું છે. લોકોને અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં પણ તંત્ર આગળ આવ્યું છે. તેમાં અનાજ કરિયાણાથી લઇ જરૂરી સામગ્રી માટે લોકોની મુશ્કેલી નિવારવા માટે પણ વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ તથા સ્થાનિક સંસ્થાના અગ્રણીઓ સેવા આપી રહ્યા છે.

10મો સેમ્પલ ચકાસણીમાં મોકલાયો

અન્ય સમાચારો પણ છે...