NSS દ્વારા ઝુપડપટ્ટીઓમાં પાંચ દિવસથી રાહતકાર્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનએસએસ શાખા દ્વારા કોરોના સામે જનજાગૃતિ સાથે રાહતકાર્ય શરૂ કરાયું છે. જેમાં છેલ્લાં પાંચ દિવસથી એનએસએસના યુવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કામદાર વર્ગને સેનીટાઈઝેશન અંગે જાણકારી આપી રહ્યાં છે. તેની સાથે એકબીજાથી દુર રહેવું અને કોરોનાને અટકાવવા માટે શું શું કરી શકાય તેની જાણકારી આપી હતી.

એજ રીતે અમરોલીની કોલેજના આચાર્ય ડો.કિશોરસિંહ ચાવડા અને ડો.રાજેશરાણાની સાથે એનએસએસના વિદ્યાર્થીઓએ ખીચડી, બટાકાપૌઆ અને શીરો જેવી વસ્તુઓ વિતરીત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...