રેલવે દ્વારા 48 કરોડનું રિફંડ ચૂકવવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં કોરોનાના ભયને લીધે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે રેલવે દ્વારા પણ તમામ પેસેન્જર ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે. આગામી તારીખ 15મી એપ્રિલ સુધી ટ્રેન કેન્સલ કરવામાં આવતા રેલવેને આર્થિક ફટકો પડી રહ્યો છે.

માર્ચ 1થી માર્ચ 26 દરમિયાન પશ્ચિમ રેલવેને રોજેરોજ કરોડોનો ફટકો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા તારીખ 1 માર્ચના રોજ 1 કરોડથી વધુ રૂપિયાનું રિફંડ કરવામાં આવ્યું હતું.કુલ 13,757 લોકોએ ટિકિટ કેન્સલ કરાવી હતી. આવી જ રીતે 26મી તારીખે 36,266 ટિકિટ કેન્સલ થઇ હતી અને 2.5 કરોડ રૂપિયા રિફંડ કરવામાં આવ્યા હતા. તારીખ 1થી 26 માર્ચ સુધીમાં મુંબઈ ડિવિઝન દ્વારા 48.22 કરોડનું રિફંડ કરાયું હતું જયારે 7 લાખથી વધુ ટિકિટ કેન્સલ થઇ હતી. જેને કારણે રેલવે ને વધુ નુકશાન ભોગવવનું પડી રહ્યું છે. આગામી દિવસોમાં ટ્રેન વ્યવહાર કયારે ચાલુ થશે તેના પર મીટ માંડીનો લોકો બેઠા છે. સ્થિતી થાળે પડે તેની રાહ જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...