તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે ટ્રેક મેંટરે હજારો માસ્ક તૈયાર બનાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | લોકડાઉનની સ્થિતિમાં છે ત્યારે ભારતીય રેલવે દ્વારા અલગ-અલગ ઝોનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટે મહત્વનો રોલ અદા કરવામાં આવી રહ્યો છે. રેલવેમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ ઉપરાંતના સમય દરમિયાન માસ્ક બનાવતા નજરે પડે છે. ભાવનગર ડિવિઝનના પોરબંદર રેલવે સ્ટેશન ટ્રેક મેંટરની ફરજ બજાવતા રફીક જુસાબે હજારોની સંખ્યામાં માસ તૈયાર કર્યા છે.

વર્તમાન સંજોગોમાં ટેલરિંગનું કામકાજ જાણતાં રફીક દ્વારા રોજ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ માસ્કનું વિતરણ રેલવેના સુરતથી મુંબઇ અને અમદાવાદ સુધી વિવિધ સ્થળોએ ટ્રેક મેન્ટેન્સમાં લાગેલા અને અન્ય કામગીરી બજાવતા કર્મચારીઓમાં કરવામાં આવી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...