કોરોન્ટાઇન 337 લોકોને હોમિયોપેથિક દવા ફળી, એકને પણ પોઝિટિવ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 એટલે કે, કોરોનાથી બચવા માટે ભારતીય પરંપરાગત દવાઓ અપનાવાતા ખૂબ જ કારગત સાબિત થઈ હોવાની વાત જણાય આવે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરગથ્થા ઉપચારની સાથે આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓને નાગરિકો વધુને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.

શહેરની સી. ડી. પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિપુલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, શહેરના 2,399 મહિલા અને 2,760 પુરૂષો કુલ મળીને 5,159 કોવિડ-19થી બચાવવા હોમિયોપેથિક દવાઓ આપવામાં આવી હતી. જેમાં 337 કલસ્ટર ક્વોરોન્ટાઇન કરાયેલા લોકો હતા. દવા આપ્યા બાદ અમે સર્વે કરતા આશ્ચર્યજનક બાબત જણાય આવી હતી અને તે એ છે કે એકેયને કોવિડ-19 પોઝિટિવ આવ્યો નથી. જો કે, હાલ અમારો સર્વે કાર્યરત છે.

અહીં મહત્વની વાત એવી છે કે, રાજ્યમાં કોવિડ-19ના પેશન્ટના સંપર્કમાં આવનારા 91,341 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી 91341 લોકો આયુર્વેદ અને હોમિયોપેથિક દવાથી સાજા થયા છે. માત્ર 15 લોકો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જોકે, આ લોકોએ ત્રણ દિવસથી પણ ઓછો સમય રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમ્યાન ભારતના પ્રજાજનોના આરોગ્યની ચિંતા કરી આયુષ મંત્રાલય સાથે આયુર્વેદ તજજ્ઞો સાથે પરામર્શ કરી ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ સૂચવેલા ઘરગથ્થુ ઉપચારો કરવા તથા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે જેનો મહત્તમ ઉપયોગ કરવા આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું છે.

શહેરની 2399 મહિલાઓ અને 2760 પુરુષો સહિત કુલ 5,159ને દવા અપાઇ હતી

અન્ય સમાચારો પણ છે...