તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક પોલીસની પાલિકાના 3 કર્મીઓ સામે દંડની કાર્યવાહી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલના સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઈમરજન્સી સર્વિસ પૂરી પાડતા પાલિકાના સ્ટાફ સામે દંડની કાર્યવાહી ન કરવા સૂચના આપી છતાં ટ્રાફિક પોલીસે રવિવારે 3 કર્મીઓને દંડ ફટકાર્યો છે. ઉધના-નવસારી રોડ બાટલી બોય પાસે ઉધના ઝોનનો કલાર્ક રવિવારે પણ નોકરી પર હતો. તેણે હોમ કોરોન્ટાઇન લોકોનું ચેકિંગ કરવાની કામગીરી સોંપાઇ હતી. રવિવારે સવારે ટ્રાફિક પોલીસ તેને હેલમેટ વગર આવતા 500નો દંડ ફટકાર્યો હતો. સાઉથ ઝોનમાં આકારણીમાં નોકરી કરતા હાર્દિક પટેલને હેલમેટ ન પહેરવાથી 500નો દંડ તેમજ પાલિકાના શિક્ષક મહેન્દ્ર રાઠોડને 500નો દંડ કર્યો હતો.

આ મામલે પાલિકાના કર્મી વસીમ પઠાણે જણાવ્યું કે હું આરસીબુક, ડ્રાઇવિંગ લાયસન્સ અને આઈ કાર્ડ તેમજ 500-600 રૂપિયા લઈને આવ્યો હતો. કોરોનાને કારણે પાકિટ, હેલમેટ અને ટિફીન લાવતો નથી. કોઈ અડી જાય તે માટે સાવચેતીને કારણે લાવ્યો ન હતો. આ મુદ્દે ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું કે મને આ બાબતની ખબર નથી. છતાં હું તેની તપાસ કરાવી લઉ છું.

ઉચ્ચ અધિકારીઓની સૂચનાને અવગણી

અન્ય સમાચારો પણ છે...