તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરસાડી ઔદ્યોગિક વિસ્તારમાં કોરોના વાયરસ અંગે જનજાગૃતિ માટે ખાનગી કંપનીની પહેલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોસંબા | તરસાડી નગર હદ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા કોરોનાવાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખી ફેક્ટરીમાં આવતાં કામદારોનું ચેકઅપ અને બહારથી આવતાં કામદારો અને વિદેશીઓને આવવા પર પ્રતિબંધ લાવી સ્થાનિક અધિકારીઓને પણ બહાર જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઔદ્યોગિક એકમોમાં આજુબાજુના વિસ્તારોમાંથી 9થી 10 હજાર જેટલા લોકો રોજગાર માટે આવે છે. આટલી મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં ભેગા થતા હોય ઔદ્યોગિક એકમો દ્વારા પણ કોરોના વાયરસને ધ્યાનમાં લઈ સાવચેતીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. તરસાડીના પાદરે આવેલી એશિયાની સૌથી મોટી પિરામલ ગ્લાસ કંપનીમાં 3500થી વધુ સ્થાનિક લોકો કામ કરવા માટે રોજ કંપનીમાં જાય છે. અને કંપનીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રાહકો પણ કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવા આવતાં જતા હોય છે. કોરોના વાયરસને ધ્યાનમાં લઈ કંપનીએ દેશ અને વિદેશથી આવતાં ગ્રાહકોને કંપની પર આવવા પ્રતિબંધ મુકી દીધો છે. કામ અર્થે મુંબઈ ઓફિસ અને વિદેશમાં રહેલા કંપનીના અન્ય પ્લાન્ટમાં જતા હોય. આવા અધિકારીઓને પણ વિદેશમાં ન જવાની સૂચના આપી દીધી છે. જેથી બહારથી કોઈ વ્યક્તિ કંપનીમાં ન આવી શકે. આ ઉપરાંત રોજ કંપનીમાં આવતાં તમામ કર્મચારીઓનું કરોના વાયરસને ધ્યાનમાં રાખી થર્મલસ્કેનિંગ અને સેનેટાઈઝરથી ક્લીન કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...