તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવી તાલુકાના કછોલી ગામે કન્યા પ્રાથમિક શાળાનું ગૌરવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી | ગણદેવી તાલુકાના કછોલી ગામની પ્રાથમિક કન્યા શાળામાં ધો. 8ની વિદ્યાર્થિની જશોદા રાજેશભાઈ માહલાએ હાલમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ રાષ્ટ્રીય કક્ષાની નેશનલ સ્કોલરશીપ પરીક્ષામાં 111 ગુણ મેળવી એનએમએમએસ પરીક્ષામાં મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા અને કછોલી ગામનું તેમજ સમસ્ત પરિવારનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થિનીને આ મેરીટ સ્કોલરશીપ પ્રાપ્ત કરતા હવે ધો. 12 સુધીના અભ્યાસ દરમિયાન ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા સતત ચાર વર્ષ સુધી વાર્ષિક રૂ. 12000 જેવી સ્કોલરશીપ મળશે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ કછોલી ગ્રામ પંચાયત પરિવાર તથા ગણદેવી એસએમસીના તમામ સભ્યોએ તેમજ શાળાના આચાર્યને વર્ગશિક્ષિકાનો અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...