ગરીબી મેં ભી અમીરી કી અદા લાયંે હૈં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_મહામારી જેવા સંકટ સમયે દાતાઓ પોતાની તિજોરી ખોલી મદદે આવે છે તે આવકારદાયક બાબત છે. હાલ કોરોનાની કપરી સ્થિતિમાં સીએમ રાહત ફંડમાં તવંગરથી લઇ મધ્યમ વર્ગ સુધીના યથાશક્તિ સહાયનો ધોધ વહાવી રહ્યા છે. ત્યારે દાતારી અને દિલેરીમાં ગરીબ પણ પાછા પડે તેમ નથી. નવસારીના આશાપુરી મંદિરે બેસીને ભિક્ષા વૃત્તિ કરતા વૃદ્ધા કે જેમના માટે આકાશ છત અને જમીન બિસ્તર છે છતાં ભિક્ષામાં એકત્રિત થયેલી રકમમાંથી હાલ નવસારીથી હિજરત કરીને જઇ રહેલા પરપ્રાંતીયની નાનકડી દીકરીને ભિક્ષુક વૃદ્ધા ખુમારી પૂર્વક આશીર્વચનરૂપે કે પ્રસાદરૂપે રોકડ રકમ અને બિસ્કીટના પેકેટ આપતા કેમેરામાં કેદ થયા ત્યારે તસવીરકારની આંખો પણ અશ્રુથી ભિંજાઇ ગઇ હતી. ‘ગરીબી મેં ભી અમીરી કી અદા લાયંે હૈં’ પંક્તિને સાર્થક કરતું આ દૃશ્ય માત્ર નવસારી જ નહીં આપણા દેશની ખુમારી દર્શાવે છે. }તસવીર : હિના ધાનકા*photocaption*
અન્ય સમાચારો પણ છે...