1 હજાર શ્રમિકોને યુપી જતાં અટકાવ્યા તો પોલીસ પર પથ્થરમારોહવામાં ફાયરિંગ-ટિયર ગેસ છોડી કાબૂ મેળવ્યો, 100ની અટકાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉને રવિવારે મોડી રાત્રે ભંયકર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાંડેસરાના વડોદગામથી પોતાના વતન યુપી જવા પગપાળા નીકળેલા 800થી 1000 લોકોને પોલીસે અટકાવ્યા હતાં. જેના પર આ શ્રમિકોએ પોલીસને કહ્યું હતું કે તેમની પાસે જમવાનું કંઇ નથી. જેથી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. જેના પર પોલીસે સવાર સુધી રાહ જોવાનું કહેતા જ તેમણે પોલીસ પર પથ્થરમારો ચાલુ કર્યો હતો. પોલીસના જવાનો ભારે મુશ્કેલીથી જીવ બચાવવામાં સફળ રહ્યાં અને તેઓ જીપની પાછળ સંતાઇ ગયા. ત્યાર બાદ કંટ્રોલરૂમ પર ફોન કરીને વધુ કુમક મંગાવી. ઘટનાસ્થળે પહોંચેલા 250થી 300 જેટલા પોલીસ જવાનો પણ બેકાબુ થઇ ગયા. પલાયન કરનારા શ્રમિકો તો ત્યાંથી ભાગી છૂટયા પણ પોલીસે ત્યાંની ગલીઓમાં ઘુસીને લોકોને ઘરોમાંથી કાઢી કાઢીને માર્યા હતા. એકસોથી વધુ લોકોને પકડીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં 3 પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયાં હતાં તો સામા પક્ષે પોલીસે પણ તોફાને ચડેલા શ્રમિકોને નિયંત્રણમાં લેવા માટે 5 ટિયરગેસ છોડ્યા હતા અને એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. રાત્રે 11:30 વાગ્યે થયેલા આ બબાલને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ પેદા થઇ હતી.

મોટા ભાગના ભૂખ્યા રહે તેવી સ્થિતી

સ્થાનિક નેતાઓ અને સ્વંય સેવી સંસ્થાઓ દ્વારા કેટલાક લોકો માટે એક કે બે દિવસ માટે ભોજનની વ્યવસ્થા થઈ જાય છે. જયારે મોટેભાગના લોકોએ ભૂખા રહેવું પડે છે. જરૂરીયાત મંદો સુધી ભોજન અને અનાજ પહોંચાડવા માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા થઇ નથી. કેટલીક મિલો દ્વારા કર્મચારીઓ અને મજદૂરો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ છે. જો કે કેટલાક મિલ માલિકોએ 15 દિવસનો પગાર અટકાવી દીધો છે, જેથી મજૂરો પાતાના ગામ ન જઈ શકે.


‘પાંચ હજાર શ્રમિકો માટે જમવાનું બનાવ્યું છે છતાં તેઓ માનતા નથી’


સચિન જીઆઇડીસી વિવર્સ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું કે વિવર્સ ઇન્ડસ્ટ્રીમાં 2.50 લાખ જેટલાં શ્રમિક છે. જેઓ બહારથી આવ્યા છે. લૉકડાઉનના પગલે લગભગ 10થી 12 હજાર જેટલા પોતાના ગામ જતા રહ્યા છે. તેમને અટકાવવાના ઘણાં પ્રય્તનો કર્યા. 5 હજાર લોકો માટે બે ટંકના જમવાની પણ વ્યવસ્થા કરી છે. તે સિવાય તેમના રૂમને સેનિટાઇઝ કરાઇ રહ્યા છે. કોઇનાથી પણ મકાન માલિક ભાડું નથી માંગી રહ્યા. તે છતાં તેઓ વતન જવા માંગે છે.


20થી વધુ ગાડીઓમાં પોલીસ પહોંચી, 150થી વધુ પોલીસ-SRPના જવાનો


પાંડેસરાના
વડોદગામની
ઘટના


રાત્રે 11:30

લગભગ 20થી વધુ ગાડિયોમાં એસીપી,ડીસીપી અને પાંડેસરા પોલીસ સાથે ક્રાઇમબ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં 150થી વધુ પોલીસ અને એસઆરપી જવાનો હતા.

મજૂરો માટે ભોજન-પાણીની વ્યવસ્થા કરાશે

શહેરભરમાં 12 થી 15 લાખ મજૂરો છે. જેમાંથી કેટલા લોકો સ્થળાંતર કરી ચૂક્યા તેની જાણકારી નથી. જે લોકોનો ફિક્સ પગાર હોય તેમના ખાતામાં સીધા પૈસા જમા થાય છે. રોજમદાર મજૂરોને થઈ રહેલી તકલીફ માટે કલેકટર દ્વારા વ્યવસ્થા છે. જેમાં મેનેજર પદનો અમારો એક વ્યકિત બેંકમાંથી પૈસા ઉપાડી જરૂરીયાતમંદ સુધી પહોંચાડી દેશે. તેઓની ભોજન પાણીની વ્યવસ્થા કરાશે. > જિતેન્દ્ર વખારિયા, પ્રમુખ, પ્રોસેસિંગ એસોસિએશ
અન્ય સમાચારો પણ છે...