સમગ્ર જિલ્લામાં 100 પાેઇન્ટ પર 24 કલાક પોલીસ તહેનાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશ દુનિયામાં જયારે લોકો મહામારીથી પીડાઈ રહ્યા છે અને આ કોરોનાના ભયાનક ભરડામાં જઈ રહ્યા છે ત્યારે આ બીમારીથી લડવા માટે ભલે હાલ કોઈ દવા શોધાઈ નથી પણ ડોકટરો, આરોગ્યકર્મીઓ, મિડિયાકર્મી, સફાઈકર્મી અને એમની સાથે સતત સેવામાં રહેતા પોલીસકર્મીઓને પણ યાદ કરવા જરૂરી છે. શહેરભરમાં લોકોને ઘરોમાં રહેવા માટે સૂચન કરાયું છે ત્યારે નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા 100થી પણ વધુ પોલીસ પોઈન્ટો ઉભા કરાયા છે, જ્યાં દિવસ રાત પોલીસકર્મીઓ લોકો માટે ખડે પગે ઉભા રહે છે.

...અનુસંધાન પાના નં. 3

PSI સહિત 4ને સસ્પેન્ડ કરાયા બાદ પાેલીસમાં નિરાશા છતાં ફરજ પર અડગ

લોક ડાઉનની હાલતમાં પોલીસ દ્વારા નવસારી શહેરના ગ્રીડ વિસ્તારમાં ભાજપ અગ્રણીની ડેન્ટલની ક્લિનિકના કર્મચારીઓ પોલીસની પરવાનગી વગર વિડિઓ ઉતારતા હતા જે બાબતે ગ્રામ્ય પોલીસે જાહેરમાં ધોલાઈ કરતા ભાજપ અગ્રણીએ પોલીસ વિરુદ્ધમાં રાજ્યના ડીજીપીને ફરિયાદ કરી હતી,જે બાદ પોસઈ સહીત બીજા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતા ખડે પગે કામગીરી કરતા કર્મીઓમાં નિરાશા વ્યાપી છે.ત્યારે લોકોએ પણ પોલીસની વ્યવસ્થા બાબતે સહકાર આપવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...