વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ એકબીજાથી અંતર જાળવે એવું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ ગામના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વાયરસ અંગેની તકેદારીના રૂપે દર્દીઓને એક બીજાથી અંતર જાળવે તે મુજબ આયોજન કરવામાં આવ્યું હતુ. હાલમાં ખાનગી દવાખાના બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓનો ધસારો સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. આર. પી. સાહી તેમજ ડો. ઝંખનાબેહન રાઠોડ અને આરોગ્ય સ્ટાફ દ્વારા વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવા- સારવાર લેવા માટે આવાતં દર્દીઓ એક બીજાથી અંતર જાળવે એ માટે ત્રણ ફૂટથી વધુ અંતરમાં વર્તુળ રાખી દર્દીઓને ઊભા રાખવામાં આવ્યા હતાં. તેમજ તમામ દર્દીઓને નિયમનું પાલન કરી દવા આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...