તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા તમામ કાર્યક્રમો રદ કરવા આદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘોની સર્વોચ્ચ એવી તપાગચ્છીય પ્રવરસમિતિએ શુક્રવારે પાંચ ગુરૂ ભગવંતોની સહી સાથે આદેશ બહાર પાડી તમામ કાર્યક્રમો રદ કરવા અપીલ કરી છે. અગાઊ સમિતિએ ચાર મુદ્દાની સૂચના સાથે નક્કી કરેલા કાર્યક્રમો પણ રદ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો.

જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના અઢારથી વધુ સમુદાયોના 36 જેટલાં આચાર્ય ભગવંતોની તપાગચ્છ સમિતિએ કોરોના વાયરસ સામે હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે શુક્રવારે સરકારની જાહેરાતતેમ જ ગાઇડ લાઇનના પગલે તમામ કાર્યક્રમો રદ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો.

આ અંગે આચાર્ય મોક્ષરત્નસૂરિ મહારાજે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા કરાયેલા આહવાનને પગલે તમામ કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય તપાગચ્છીય પ્રવર સમિતિના પાંચ ગુરૂ ભગવંતોની સહીથી ગુરૂરામ પાવનભૂમિ પરથી જારી કરાયો છે. આ આદેશમાં જણાવ્યા મુજબ રાષ્ટ્ર સુરક્ષા, રાજ્ય સુરક્ષા અને ધર્મસુરક્ષા માટે સરકારના આદેશનું ચુસ્ત પાલન કરવા જણાવાયું છે.

તેની સાથે ધર્મસ્થાનો જેવા કે દહેરાસર, ઉપાશ્રય, આયંબિલશાળા, ભોજનશાળા, ધર્મશાળા અને પાઠશાળામાં પણ આ આદેશનો અમલ કરવો. કોઈપણ કાર્ય ભીડ કે અડચણ ઉભી કર્યા વગર કરવા. સૌએ એકબીજાનું ધ્યાન રાખી સંપર્ક ટાળવો. શ્રીસંઘ, ટ્રસ્ટો, તીર્થસ્થાનો કે વ્યક્તિગત મહોત્સવના આયોજિત કરેલા તમામ કાર્યક્રમો રદ કરવા, ચૈત્ર મહિનાના પ્રારંભ સાથે આવતી ચૈત્રી ઓળી, નવપદની ઓળી, મહાવીર જન્મકલ્યાણક અને વરસીતપ પારણા આદિના ઉત્સવો સામૂહિક રીતે ઉજવવા નહીં.

તેની સાથે આ દિવસોમાં વધુમાં વધુ સંખ્યામાં નવકાર મહામંત્રના જાપ દરેક શ્રાવક-શ્રાવિકાઓએ કરવા તેવું પણ ખાસ જણાવવામાં આવ્યું છે. રવિવારે જનતા કરફ્યુંનો ચુસ્ત રીતે અમલ કરવો. તેમજ સરકારના નવા આદેશો આવે નહીં, ત્યાં સુધી આ આદેશનું પાલન દરેક સંઘે કરવું.

દહેરાસર, ઉપાશ્રય, આયંબિલશાળા, ભોજનશાળા, ધર્મશાળા અને પાઠશાળામાં અમલ કરવો તેમજ રવિવારે જનતા કર્ફ્યુ

અન્ય સમાચારો પણ છે...