કોરોના સામે જંગ|લગ્નને હજી 10 જ દિવસ થયાને નવ દંપતી ઇમરજન્સી સેવા માટે ફરજ પર હાજર થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રો.ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા અધિકારીના લગ્ન વતન અમદાવાદમાં ગત 28 ફેબ્રુઆરીએ તબીબ યુવતી સાથે થયા હતા. ને થોડા દિવસ બાદ દેશ માં કોરોના નામના વાયરસ નું આગમન થતા સરકાર દ્વારા તમામ અધિકારીઓ ને ફરજ પર હાજર કરાયા હતા.

માનવીના જીવનમાં લગ્ન પ્રસંગ એક અમૂલ્ય પ્રસંગ ગણાય છે. લગ્ન પ્રસંગ માં માહોલ બાદ એકાએક આકસ્મિત રીતે ફરજ પર આવવું આકરું હોય છે. તેવા સમયે અમદાવાદના વીરજીતસિંહ કુળજીતસિંહ પરમારના લગ્ન મૂળ અમદાવાદમાં જ રહેતા ડો.કોમલબા ઝાલા સાથે તાજેતરમાં જ થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ ભારત દેશ સહીત રાજ્યમાં એકા એક નોવેલ કોરેના વાયરસ નામની મહામારી નું આગમન થયું હતું. અને તાપી જિલ્લા પોલીસ તંત્ર વિવિધ કામગીરીમાં જોડાઈ ગયું હતું.

આવા નાજુક સમયે કર્તવ્ય પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા દાખવી પ્રોબેશનરી નાયબ પોલીસ અધિક્ષક વીરજીતસિંહ પરમાર અને તેમની ડોક્ટર પત્ની તુરંત પોતાની ફરજ પર હાજર થઇ ગયા હતા. અને વીરજીતસિંહે પરિવારથી દૂર પોતાના ફરજ માટે તાપી જિલ્લા ખાતે આવી પોતાની કામગીરી સંભાળી લીધી હતી. બીજી તરફ તેમના પત્ની ડો. કોમલબા પરમાર જેઓ હાલ એમ. ડી નું અભ્યાસ ચાલુ હોય જેમને કોરોનાવાયરસ એપીડેમીક સામે સ્ટેન્ડબાય ડોક્ટર તરીકે સરકારી સેવા આપી રહ્યા છે.

તમામ કામો અને પ્રવાસો રદ કર્યા

કોરોના જેવી ભયાનક મહામારીના સમયમાં હું અને મારા પત્નીએ પોતાની ફરજમાં શ્રેષ્ઠ કામગીરી કરવાનું નક્કી કરી દીધું હતું અને અન્ય પ્રવાસો રદ કરી દીધા હતા સાથે પોતાના ફરજ સ્થળો પર હાજર થઈ કામગીરી શરૂ કરી દીધી હતી. > વીરજીતસિંહ પરમાર, પો. ડીવાયએસપી, વ્યારા

_photocaption_વ્યારા ડીવાયઅેસપી*photocaption*
અન્ય સમાચારો પણ છે...