મોટાચર્યાનાં શંકાસ્પદ યુવાનનો રિપોર્ટ નેગેટિવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આહવા | ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોટાચર્યા ગામે રહેતાં યુવાનને શરદી,ખાસી થતાં તેને આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ યુવાન સુરતમાં નોકરી કરી આવ્યો હોય તેને તંત્ર શંકાસ્પદ કોરોનો કેસ જાહેર કરી આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યાં હતાં. જેનો રિપોર્ટ નેગેટીવ આવતાં સરકારી તંત્ર તેમજ લોકોએ રાહતની શ્વાસ લીધો હતો. ડાંગ જિલ્લામાં પ્રથમ કોરોનાનો શંકાસ્પદ કેસ જાહેર થતાં તંત્ર તેમજ લોકો ભયમાં મુકાઈ ગયાં હતાં. આ બાબતે ડાંગ જિલ્લા કલેકટર ડામોરે જણાવ્યું હતું ડાંગ જિલ્લામાં એક શંકાસ્પદ કેસ હતો તે પણ નેગેટીવ આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...