તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામરેજ અને બારડોલીના પ્રોહિબિશનના ગુનામાં નાસતો આરોપી પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં ગત 2018 માં 1.65 લાખનો દારૂ ટેમ્પો માંથી ઝડપાયો હતો, અને બારડોલીમાં 2019માં બાઈક પરથી 09 બોટલ દારૂ મળી આવવાના સંદર્ભે પ્રોહિબિશનના ગુના દાખલ થયા હતા. આ ગુનામાં નાસતો ફરતો આરોપીને સુરત એસઓજી / ફર્લો સ્કોવ્ડના સ્ટાફે ઝડપી લીધો હતો.

2018ના એપ્રિલમાં કામરેજ પોલીસની હદમાંથી 165000નો દારૂ ઝડપાયો હતો. સાથે જ ઓક્ટોબર-2019 માં બારડોલી પોલીસ મથકે બાઈક પરથી દારૂની 09 બાટલી કિંમત 900 મળી આવતા ગુનો દાખલ થયો હતો. આ બંને ગુનામાં સંડોવાયેલ આરોપી અરવિંદ કેશવભાઈ હળપતિ જે તે સમયથી નાસતો હતો અને પોલીસે એને વોન્ટેડ જાહેર કર્યો હતો. વોન્ટેડ આરોપી શુક્રવારે સેવણી ગામના ચાર રસ્તા પાસે રખડતો હોવાની બાતમી એસઓજીના જગદીશ કામરાજ અને ચિરાગને મળી હતી. બાતમીના અનુસંધાને પોલીસે સેવણી ચાર રસ્તા પાસે રેડ કરી આરોપી અરવિંદ હળપતિને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસમાં સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...