નવસારી શેઠ RJJ હાઈસ્કૂલની સિદ્ધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | ગુ..મા. અને ઉ.મા. શિ. બોર્ડ ગાંધીનગર આયોજીત ધો. 9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે યોજાયેલી પ્રખરતા શોધ કસોટી (TST) લેવાઈ હતી. જેમાં મેરીટના આધારે નવસારીની શેઠ આર.જે.જે. હાઈસ્કૂલના દિશાંત સરકલે, દિય રામોલીયા, અંજના શર્મા, જૈનમ ભજીયાવાલા, નિસર્ગ વશી, પાર્થ પ્રજાપતિ, વંદન મહેતા આ પરીક્ષા દ્વારા કસોટીની એરણ પર સફળ પૂરવાર થઈ છે. આ તમામ વિદ્યાર્થીઓ બોર્ડના મેરીટ પ્રાઈઝ રૂ. 1 હજારનું ઈનામ મેળવવા હકદાર બન્યા છે.
અન્ય સમાચારો પણ છે...