તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પલસાણા તાલુકાની 400થી વધુ ડાંઇગ-પ્રિંન્ટિંગ યુનિટ જનતા કરફ્યુને લઈ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ 19 કોરોના ઇફેકટને લઈ સુરત જીલ્લામાં સૌથી વધુ ઔદ્યોગિક એકમ ધરાવતા પલસાણા તાલુકામાં રવિવારથી ત્રણ દિવસ માટે 400 થી વધુ ડાઈંગ પ્રિંટિંગ યુનિટ અને ટેક્ષટાઇલ યુનિટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રવિવારના રોજ વહેલી સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી કોરોના વાઇરસની મહામારીને માત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુ રાખવા માટે અપીલ કરી છે. જેને લઈને સુરત જિલ્લામાં પણ પ્રજાને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ બંધના નિર્ણયમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ઔદ્યોગિક એકમો રવિવારથી આગામી ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પલસાણા તાલુકામાં સુરત જિલ્લામાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. 180 થી વધુ ડાઈંગ પ્રિંટિંગ યુનિટ અને ટેક્ષટાઇલ યુનિટ મળી કુલ 400થી વધુ નાના મોટા એકમો આવેલા છે. આ તમામ યુનિટ બંધ રહેશે. અંદાજિત 6 લાખથી વધુ પરપ્રાંતી કામદારોને ઘરમાં રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જો પરિસ્થિતી વિકટ બને તો આગામી દિવસો આ બંધમાં વધારો પણ કરાય તેમ છે. આ ઉપરાંત કડોદરા નગર વિસ્તારમાં મોટાભાગની હોટલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સના દુકાનદારોએ પણ બંધ રાખવા જણાવાયું છે.રવિવારના દિવસે વહેલી સવારથી મોડી રાત્રી સુધી આવશ્યક ચીજવસ્તુઓ જેવીકે દૂધ, કરિયાણુ, શાકભાજી તેમજ મેડિકલ સેવાઓ જ ચાલુ રહેશે તેમજ મોટાભાગની મિલો બંધ રહેવવાના કારણે કડોદરા રીક્ષા યુનિયનએ પણ રવિવારના દિવસે બંધ જાહેર કરેલ છે.

કેટલાક યુનિટોમાં ત્રણ દિવસથી લઈ 5 દિવસ સુધીની રજા જાહેર કરાઈ વિવિંગ યુનિટો ફક્ત રવિવારે જ બંધ પાળશે

અન્ય સમાચારો પણ છે...