તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો.10-12નું મધ્યસ્થ મૂલ્યાંકન 31મી માર્ચ સુધી સ્થગિત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | રાજ્યમાં કોરોનાના કેસો પોઝિટિવ મળી આવ્યા છે. શિક્ષણ વિભાગે શાળા અને કોલેજો બંધ રાખવા માટે આદેશ આપ્યા છે. તેવામાં શિક્ષણ બોર્ડે ધો. 10 અને ધો. 12ની પરીક્ષાની ઉત્તરવહી તપાસવાની કામગીરી 31 માર્ચ, 2020 સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે. હાલની સ્થિતિને ધ્યાને લેતા કોઈપણ શિક્ષક કોરોના વાયરસનો શિકાર ન બને તે માટે ઉત્તરવહી તપાસવાની કામગીરીને સ્થગિત કરવામાં આવે તેવી ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કરાઇ હતી. સંઘે ચીમકી આપી હતી કે, જો કામગીરી સ્થગિત નહીં કરવામાં આવે તો તમામ જવાબદારી ગુજરાત સરકારની અને શિક્ષણ બોર્ડની રહેશે.
અન્ય સમાચારો પણ છે...