તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓની ચોપડાની એન્ટ્રી રહી ગઈ, સ્ટોક પણ ન ગણાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 31મી માર્ચના રોજના રોજ ટેકનિકલી રીતે ચાલુ નાણાકીય વર્ષ પુરુ થઈ રહ્યું છે અને નાણાકીય વર્ષ 2020-21ની શરૂઆત થઈ રહી છે ત્યારે કોરોનાના લીધે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છેલ્લી તારીખો સુધી ચોપડા એડજસ્ટ કરી શક્યા નથી. આથી અત્યાર સુધી બાકી રહી ગયેલી એન્ટ્રીઓ એપ્રિલ મહિનામાં કે જ્યારે ધંધો શરૂ થયા ત્યારે બેક ડેટમાં સુધારવી પડશે. સ્ટોક ગણતરીનો પણ સૌથી મોટો પડકાર વેપારીઓ સામે ઊભો થયો છે.

સરકાર દ્વારા 30મી જુન સુધી આઇટી રિટર્ન અને કરબચત માટેના રોકાણની તારીખ પણ 31મી માર્ચથી લંબાવીને 30મી જુન કરવામાં આવી છે. સામાન્ય રીતે આ બંને બાબતો 31મી માર્ચ સુધી પૂર્ણ કરવાની હોય છે. રિટર્ન ભરાઈ તેની સાથે જ બચતની વિગતો પણ આપવાની હોય છે. જો કે, કોરોનાની સ્થિતિને ધ્યાને લઇને સરકારે આ બંને તારીખો ત્રણ મહિના સુધી લંબાવી દીધી હતી. જો કે, આ અંગે વધુ પ્રકાશ પાડતા સી.એ. પરેશ શાહે કહ્યુ કે રિર્ટન સહિતની તારીખ લંબાવાઈ છે પરંતુ 31મી સુધી જે એન્ટ્રીઓ ચોપડે પડવી જોઇએ એ તો પાડવાની જ છે.

હવે, એન્ટ્રીઓ એડજસ્ટ કરવાનો મોટો પડકાર

સુરતમાં 15 લાખ કરદાતા

સુરત આઇટી કચેરીની રેન્જમાં આવતા કુલ 15 લાખ કરદાતા છે કોરોનાના લીધે તમામના રિટર્ન ફાઇલિંગ પર અસર પડી છે જે હવે 30મી જુન સુધી ભરાશે. આ ઉપરાંત લોકડાઉનના લીધે જે વેપારીઓ પોતાના અધુરા ચોપડા પૂર્ણ કરી શક્યા નથી. એટલે કે 31મી સુધીની એન્ટ્રીઓ કરી શક્યા નથી.
અન્ય સમાચારો પણ છે...