તક્ષશિલા આર્કેડમાં મેડિકલ સ્ટોરના માલિકનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરથાણા તક્ષશિલા આર્કેડમાં ચાલતી મેડિકલના માલિકે પોતાની જ મેડીકલમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના જસદણનો વતની હાલ યોગીચોકમાં વાસ્તુ પૂજન હાઇટ્સમાં રહેતો 39 વર્ષિય હાર્દિક મનસુખભાઇ બોદર સરથાણામાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો. હાર્દિકે ગુરૂવારે બપોરે પોતાની જ મેડિકલમાં કોઈક કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આસપાસના લોકોએ પરિવારને જાણ કરતા હાર્દિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાર્દિકને સંતાનમાં 1 પુત્ર છે.

અન્ય સમાચારો પણ છે...