માંગરોળ તાલુકાના ઝંખવાવમાં ગોદળા તકિયા બનાવતાં સેવાભાવી યુવકે બે હજાર માસ્ક તૈયાર કરી જાહેર જનતાને વિતરણ કર્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંકલ | માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સેવાભાવી યુવા કાર્યકરો મુસ્તકભાઈ પંજારાએ સ્વખર્ચે ઝંખવાવ ગામના નાગરિકોને માસ્કનું વિતરણ કરી કોરોનાથી બચવાના ઉપાયો દર્શાવતી પત્રિકાનું વિતરણ તમણે કર્યુ હતું. કોરોનાને અટકાવવા સરકાર ગંભીરતાથી પગલાં ભરી રહી છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો લોકોની મદદે આવી રહ્યાં છે. ઝંખવાવના સેવાભાવી યુવા કાર્યકરો મુસ્તાકભાઈ પિંજાર ગોદળા તકિયા બનાવવાનો વ્યવસાય કરે છે. પોતાના વ્યવસાયને અનુલક્ષી તેણદુકાનમાં જાતે 2000 સારી ક્વોલીટીના માસ્ક તૈયાર કર્યા હતાં અને ગામના બજાર ચાર રસ્તા ઉપર માસ્કનું સેવાભાવી કાર્યકર મુસ્તાકભાઈએ જાહેર જનતાને વિતરણ કર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...