લૉકડાઉન : અસંગઠિત ક્ષેત્ર પર સૌથી વધુ અસર, વર્કફોર્સમાં 90% ભાગીદાર,આ 41 કરોડ આર્થિક સુરક્ષામાં સૌથી પાછળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે સંપૂર્ણ દેશ થંભી ગયો છે. સ્વાસ્થ્યનું આ જોખમ સમાજની સૌથી નીચેની કડી માટે આર્થિક ખતરો બની ગયું છે. આ સ્થિતિને જોતાં કેન્દ્ર સરકારે 1.70 લાખ કરોડ રૂપિયાનું વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ જારી કર્યુ છે. બીજી બાજુ દેશભરમાંથી મજૂરોના પલાયનની દર્દનાક તસવીરો આવી રહી છે. 500-500 કિમીથી પણ વધુ પગપાળા ચાલી આ લોકો પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. તેમની તસવીરો સાથે પોલીસ દ્વારા તેમની સાથે મારપીટ કરાયાના વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. પહેલાં કોરોના, પછી ભૂખ અને હવે પોલીસની મારપીટનો ડર. સ્વાસ્થ્ય પછી કોરોનાની અસર દેશના અસંગઠિત ક્ષેત્ર પર થઈ છે. આ એ લોકો છે જે કાં તો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે કાં પછી મજૂર છે, જે રોજ મજૂરી મેળવીને પોતાની ભૂખ સંતોષે છે. આ અસંગઠિત ક્ષેત્ર કેટલું મોટું છે તેનો સાચો અંદાજ સરકારને પણ નથી.

2019માં જારી કરાયેલા ઈકોનોમિક સરવેના રિપોર્ટ મુજબ દેશની કુલ વર્કફોર્સમાં 93 ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રો છે. જ્યારે 2018માં નીતિ આયોગના એક રિપોર્ટમાં આ આંકડો 85 ટકા છે. દેશના અર્થતંત્રને ચલાવવામાં આ અસંગઠિત ક્ષેત્રનો મોટો હાથ છે. તેમ છતાં તેમની સુરક્ષા માટે કોઈ મજબૂત જોગવાઈ નથી. પીરિયોડિક લેબર ફોર્સ સરવે 2017-18ના રિપોર્ટ જે ગત વર્ષે જારી થયો હતો તેમાં કહેવાયું હતું કે ઈન્ફોર્મલ સેક્ટર(નોન એગ્રીકલ્ચર)માં રેગ્યુલર/ સેલરાઈડ કર્મચારીઓમાં પણ 71 ટકા એવા છે જેમની પાસે લેખિતમાં જોબ કોન્ટ્રાક્ટ નથી. 54.2 ટકા એવા છે જેમને પેડ લીવ નથી મળતી. આટલું જ નહીં, તેમાંથી 49.6 ટકા કોઈ પણ સામાજિક સુરક્ષા યોજનાની યોગ્યતા ધરાવતા નથી. સ્પષ્ટ છે કે અસંગઠિત ક્ષેત્રનો દાયરો ન ફક્ત વ્યાપક છે પણ સંપૂર્ણપણે અસુરક્ષિત પણ છે. કૃષિ ક્ષેત્ર જ્યાં દેશનું સૌથી મોટું અસંગઠિત વર્ગ કામ કરે છે તે પણ આ લૉકડાઉનથી પ્રભાવિત થશે. નિષ્ણાતોથી જાણીએ કે કોરોનાની માર કઈ રીતે આ વર્ગ પર પડશે.

Q 3. આ સંગઠિત ક્ષેત્રમાં કોણ કોણ છે? ક્ષેત્ર પ્રમાણે શું સ્થિતિ છે?


સીઆઈઆઈ દ્વારા 2011-12માં જારી કરાયેલા રિપોર્ટ પ્રમાણે, દેશના ગેર કૃષિ ક્ષેત્રના સાત અગ્રણી ક્ષેત્રમાંથી લગભગ 16.35 કરોડ લોકો અસંગઠિત રીતે કાર્યરત છે. તેમાં પહેલા સ્થાને ઉત્પાદ અને બીજા ક્ષેત્રે વેપાર, હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્ર છે. એ પછી ત્રીજા સ્થાને બાંધકામ ક્ષેત્ર છે. આ જ ક્ષેત્રના મજૂરોની સૌથી વધુ હિજરત થઈ રહી છે.


Q 6. હાલ ભૂખની શું સ્થિત છે, કેટલાને ભોજન નથી મળતું?

2019માં જારી કરાયેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 117 દેશની રેન્કિંગમાં ભારતનું સ્થાન 102મું હતું. યુએન હેઠળ કામ કરનારી ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા 2019માં જારી કરાયેલા રિપોર્ટ પ્રમાણે, 2016-18 વચ્ચે ભારતમાં 14% લોકોને પોષણયુક્ત ભોજન નહોતું મળતું. 135 કરોડની વસતીની રીતે જોઈએ તો આવાની સંખ્યા 18.90 કરોડ છે.

Q 7. હિજરત કરનારા મજૂરોની આવક કેટલી?

હિજરત કરનારા આશરે 1.4 કરોડ લોકોના પરિવારની આવક પ્રતિ માસ સરેરાશ રૂ. 3,500થી 4,000 હશે. પાંચ લોકોના પરિવારને એક યુનિટ માનીએ, તો પ્રતિ વ્યક્તિ માસિક આવક રૂ. 700-800 ગણી શકાય.આ આવક દેશમાં શહેરી ક્ષેત્રની ગરીબી રેખા બરાબર છે.

Q8. રાજ્યવાર જુઓ, કામ માટે હિજરત કરનારા મજૂરોની સ્થિત.

રાજ્ય માઈગ્રન્ટ્સ

ઉત્તર પ્રદેશ 40.20 લાખ

બિહાર 36.16 લાખ

રાજસ્થાન 18.44 લાખ

મધ્ય પ્રદેશ 18.26 લાખ

ઓડિશા 05.03 લાખ

કોરોનાને પગલે હવે હિજરત

Q 1. કોરોના પછીનું તાજું સંકટ શું છે?

> ભૂખ અને હિજરત

હાલનું તાજું સંકટ મજૂરોની હિજરત છે. તેઓ ફક્ત કોરોનાનો જ નહીં, પરંતુ ભૂખનો પણ સામનો કરી રહ્યા છે. જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રો. ડૉ. અમિતાભ કુંદુ કહે છે કે, રોજગારી માટે એખ રાજ્યમાંથી બીજામાં જનારાની સંખ્યા લગભગ 1.4 કરોડ છે. આ ઉપરાંત એક રાજ્યમાં જ એક શહેરમાંથી બીજામાં જનારાની વાત કરીએ તો આ આંકડો કરોડોમાં પહોંચે છે. આ 1.4 કરોડ એવા છે, જે બાંધકામ જેવા ક્ષેત્રોમાં ફક્ત મજૂરી કે આ‌ા કામ માટે બીજા રાજ્યમાં જાય છે.

Q 2. અસંગઠિત મજૂરોનું કદ કેટલું મોટું?

> ત્રણ અલગ અલગ આંકડા

1. ઈકોનોમિક સર્વે (2018-19) પ્રમાણે, ભારતમાં કુલ વર્ક ફોર્સનો 93% હિસ્સો અસંગઠિત ક્ષેત્રનો છે.

2. નીતિ આયોગ દ્વારા નવેમ્બર 2018માં જારી આંકડા પ્રમાણે, કુલ વર્ક ફોર્સમાંથી 85% લોકો અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે.

3. નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન 2012ના રિપોર્ટમાં ઈન્ફોર્મલ વર્ક ફોર્સને કુલ વર્ક ફોર્સના 90% જેટલો
ગણાવાયો છે.

{ એક અનુમાન પ્રમાણે, દેશમાં કુલ વર્ક ફોર્સ એટલે કે કામ કરનારા લોકોની સંખ્યા 45 કરોડ છે. તેમાંથી 93% એટલે કે દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાની સંખ્યા લગભગ 41.85 કરોડ છે.

{ આઈઆઈએમ અમદાવાદ સાથે જોડાયેલા અર્થશાસ્ત્રી રિતિકા ખેડા કહે છે કે, 2015-16ના આંકડા પ્રમાણે, દેશના એક તૃતિયાંશ મજૂરો દહાડિયા (પ્રતિ દિવસ મજૂરી કમાતા) છે.

ભાસ્કર એક્સપર્ટ

લૉકડાઉનથી અસંગઠિત ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત થશે

દેશનું અંદાજે 80 ટકા વર્કફોર્સ ઇન્ફોર્મલ ઇકોનોમીમાં છે. સરકારી આંકડા મુજબ 4 ટકા કોન્ટ્રાક્ટવાળા વર્કર છે. દર પાંચમાંથી માત્ર એકની પાસે માસિક વેતનવાળી નોકરી છે. વર્કફોર્સનો અડધો હિસ્સો સ્વરોજગારવાળા છે. દુકાનદાર, લારી-પાથરણાવાળા, સલૂનવાળા, સાઇકલ રિપેર કરનારા, મોચી વગેરે છે. લૉકડાઉનથી જે આર્થિક સંકટ ઊભું થશે તેનાથી કોઇ નહીં બચી શકે. મૂળે આર્થિક વ્યવસ્થામાં દરેક સેક્ટર બીજા સાથે જોડાયેલું હોય છે. ગામડાંમાંથી શહેરોને ખાદ્યાન્નનો સપ્લાય મળે છે તો ગામડાંને શહેરોમાંથી જરૂરિયાતનો સામાન. ઉત્પાદન જ નહીં હોય તો ભાવ વધશે. એવામાં વાઇરસની જેમ ભૂખ પણ ખતરનાક સાબિત થશે.

- રિતિકા ખેરા

અર્થશાસ્ત્રી, એસોસિએટ પ્રોફેસર, આઇએઇએમ, અમદાવાદ

યુદ્ધથી ભયાનક સ્થિતિ, લૉકડાઉન લંબાશે તો સ્થિતિ બદતર થશે

અસંગઠિત ક્ષેત્ર પાસે સામાજિક સુરક્ષા નથી હોતી. એમ્પ્લોયરનું કામ બંધ થતાં જ સૌથી પહેલા તેને ત્યાં કામ કરતા લોકોની રોજગારી છીનવાય છે. દેશમાં સર્વાધિક લોકો કૃષિ ક્ષેત્રે અસંગઠિત રીતે કામ કરે છે. તેમાં દેશનું લગભગ 45 ટકા વર્કફોર્સ કામ કરી રહ્યું છે. આ લૉકડાઉનની સૌથી ખરાબ અસર સપ્લાય ચેન તૂટવાના રૂપમાં હશે. એમ્પ્લોયરને નુકસાન થશે, તે કામદારને નોકરીમાંથી કાઢશે. નોકરી છીનવાતાં કામદારની આવક બંધ થઇ જશે. તેમની બચત પૂરી થશે એટલે તેઓ ભોજન-પાણી માટે તરસી જશે, જે સૌથી ખતરનાક સ્થિતિ હશે. તેનાથી બચવા માટે જ બીજા રાજ્યમાં કામ કરતા લોકોએ વતનની વાટ પકડી છે. એક રીતે જોઇએ તો આ યુદ્ધથી પણ ભયાનક સ્થિતિ છે.

પ્રોફેસર અરુણ કુમાર, જવાહર લાલ નેહરુ વિશ્વવિદ્યાલય, નવી દિલ્હી

Q 5. તેમાંથી કેટલા લોકો પાસે જનધન ખાતા, કેટલાને લાભ મળશે?

કેન્દ્રીય નાણા રાજ્યમ મંત્રી અનુરાગ ઠાકુરે જુલાઈ 2019માં લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, 26 જૂન 2019 સુધી દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 35.99 કરોડ ખાતા ખોલાયા. તેમાં વર્તમાનમાં 29.54 કરોડ સક્રિય છે. પ્રધાનમંત્રી જનધન યોજનાની વેબસાઈટ પ્રમાણે, 18 માર્ચ 2020 સુધી આ યોજનાના કુલ લાભાન્વિત લોકોની સંખ્યા 38.28 કરોડ છે. કેન્દ્ર દ્વારા જારી 1.70 લાખ કરોડના ગરીબ પેકેજ હેઠળ આ ખાતામાં રકમ ટ્રાન્સફર કરાશે.

ક્ષેત્ર કાદારોની સંખ્યા (લાખમાં)

ઉત્પાદન 524.9

બાંધકામ 489.2

ટ્રેડ, હોટલ, રેસ્ટોરન્ટ 501.7

શિક્ષણ 63.1

આરોગ્ય 26.8

ખાણકામ 17.9

Q 4. દેશમાં ગરીબી રેખાની નીચેના લોકો કેટલા છે?

2011ની વસતી ગણતરી વખતે દેશમાં વસતીના 21.9% ગરીબી રેખા નીચે હોવાનું મનાયું હતું. સરકાર દ્વારા જાહેર પેકેજનો લાભ દેશના 80 કરોડ ગરીબોને મળશે. વસતી ગણતરીમાં દેશમાં ગરીબોની સંખ્યા લગભગ 26.8 કરોડ ગણાઈ, જેની પ્રતિ દિન આવક 1.90 ડૉલર કે તેનાથી ઓછી હતી. આ લોકો સામે મોટો ખતરો ઊભો થયો છે.

આ બે તસવીર જુઓ. એક વિભાજન સમયની છે, બીજી કોરોનાના કારણે થતી હિજરતની. ત્યારે લોકો ઘર છોડવા મજબૂર હતા, હવે ઘરે પાછા જવા.

73 વર્ષ, એકસરખી તસવીર


હિજરત અંગેની બધી વાતો જાણો, આ આઠ મુદ્દાના આધારે


નોંધ: સાત અગ્રણી રાજ્યો મહારાષ્ટ્ર, ઉ. પ્રદેશ, બંગાળ, ગુજરાત, કેરળ, પંજાબ અને આસામ જનારા માઈગ્રન્ટ્સના આધારે. સ્રોત- સેન્સેક્સ-2011


2020

1947
અન્ય સમાચારો પણ છે...