તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીકર માફિયા રમેશ માઇકલ દમણની હોટલમાંથી ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી | સંઘપ્રદેશ દમણમાં મોટાપાયે દારૂનો વેપાર કરતો ભીમપોરનો રમેશ ઉર્ફે માઇકલ જગુ પટેલ સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં દારૂના ગુનામાં વોન્ટેડ હતો. રમેશ માઈકલ દમણની હિલટોપ હોટલમાં જમતો હોવાની માહિતી સુરત આઈજીની ઓપરેશન ગ્રૂપની ટીમના આ.પો.કો નવીન સુભાષચંદ્ર યાદવને મળતા ઓપરેશન હાથ ધરાયું હતું. દમણની હિલટોપ હોટલ પહોંચતા આરોપી રમેશ માઇકલ ત્યાં જમી રહ્યો હતો. જ્યાંથી તેની ધરપકડ કરી લઇ જતાના દૃશ્ય હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. હાલ તેને સુરતમાં રજૂ કર્યા બાદ વાપી પણ લવાશે.
અન્ય સમાચારો પણ છે...