કાયદાના રખેવાળોને પણ સેનિટાઈઝ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચામડી દઝાડતા તાપમાં પણ ટીઆરબીના જવાન ફરજ બજાવી રહ્યાં છે | લોક ડાઉનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો છે. સુરતના પોલીસ અને ટીઆરબીના જવાનો ચામડી દઝાડતા તાપમાં પણ ફરજ બજાવી રહ્યાં છે.


રસ્તો ખાલી જોઈ ઓવર સ્પીડમાં કાર ચલાવી | સુરતમાં રસ્તો ખાલી રહેતા કાર ચાલકે ઓવર સ્પિડમાં કાર ચલાવતા કતારગામ રાશિ સર્કલ પાસે અકસ્માત થયો.


શિર્ષાસન

ડેડિકેશન

કોરોના શહેરમાં વધારે ન ફેલાય તે માટે વિવિધ જગ્યાઓ પર સેનિટાઈઝેશનનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું, જે અંતર્ગત પોલીસ સ્ટાફનું પણ સેનિટાઝેશન કરવામાં આવ્યુ હતું. બીજી તરફ ચામડી દઝાડતા તાપમાં પોલીસ જવાન ફરજ બજાવી રહ્યા છે. તો લોકડાઉનના કારણે રોજગાર ધંધો બંધ થતા યુપી અને બિહારના શ્રમજીવીઓએ સુરતથી 1500 કિલોમીટર દૂર વતન જવા માટે 200 શ્રમજીવીઓ પગપાળા નિકળ્યા હતાં.

યુપી, બિહારના શ્રમજીવીઓ ચાલીને વતન જવા નિકળ્યા

રાજસ્થાન પછી યુપી બિહારના 200 શ્રમજીવી 1500 કિલોમીટર દુર ચાલીને સુરતથી વતન જવા માટે નિકળ્યા હતાં. એસપીએ કહ્યું હતું કે, તમે જાવો નહીં તમને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે.


નર્મદ યુનિવર્સિટીમાં બોઈઝ હોસ્ટેલમાં ફેલાઈગંદકી

સફાઈ કોણ કરશે?

લોકડાઉનના કારણે નર્મદ યુનિવર્સિટીમાં અભ્યાસ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે યુનિવર્સિટીના કેમ્પસમાં ગંદકી ફેલાઈ છે. આ ઉપરાંત કચરાના ઢગલા પાસે કુતરા અને બિલાડી હોય છે, જેના કારણે બોય્ઝ હોસ્ટેલમાં રહેતાં 5 વિદેશી વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ છે. વિદ્યાર્થીઓ દ્વારા સાફ સફાઈની રાહ જોવાઈ રહી છે.

રહીશોએ જાતે સફાઈ કરી | વરાછાની વિઠ્ઠલ નગર સોસાયટીના રહીશોની લોકડાઉન દરમિયાન અનોખી પહેલ.સોસાયટીના દરેક સભ્યોએ પોતાના ઘરે આંગણામાં અને સામૂહિક રીતે શેરી તેમજ સમગ્ર સોસાયટી ની સફાઈ કરી હતી

સાવચેતી જરૂરી છે

પોલીસની ટીમનું સેનિટાઇઝિંગ કર્યું | વરાછાના લંબે હનુમાન રોડ સહીતના વિસ્તારોની દુકાનો બહાર પાલિકાની ટીમે સેનિટાઇજીંગ કર્યું હતું. વરાછા પોલીસ મથકના દરેક રૂમ ખુણાઓ અને ફરજ પરના કર્મચારીઓને પણ સેનેટાઇઝ કર્યા હતા અને વાઇરસમુક્ત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...