તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડોદરા | હજારોની સંખ્યામાં પગપાળા વતન જઇ રહેલા મજૂરોને જમાડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલસાણા | લોકડાઉન દરમિયાન જાહેરવાહન વ્યવહાર વ્યવસ્થા બંધ હોવાના કારણે કોઈ સાધન નહિ મળતા આખરે 500 થી 700 કિલોમીટર જેટલા અંતરે પગપાળા પણ જવા માટે મજબૂર બનેલા ગરીબ મજૂરોને કડોદરા નગરમાં રહેતા કેટલાક સેવાભાવી ઈસમો નરેશભાઈ ખંદુભાઈ દેસાઈ સાહિતના સામાજિક આગેવાનોએ 1000 માણસો માટે મસાલા ખીચડી તેમજ ઠંડી છાસની જમાડી માનવતા મહેકાવી હતી. આ જોઈ આસપાસના લોકોએ પણ શક્ય હોય તે મદદ ફૂડપેકેટ તેમજ મિનરલ પાણી વહેંચવા આવ્યા હતા અને કડોદરા પોલીસના જી.આર.ડી.ના યુવાનોએ આરસે 2000 હજાર પરિવારોને હાઇવે પર જતી ટ્રકને થોભાવી તેમાં બેસાડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...