વડોદમાં ઉત્તરભારતીયોએ વતન જવા પોલીસ પર પથ્થરમારો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરાના ગણેશનગરમાં રવિવારે મોડીરાત્રે ટોળું એકત્ર થતા પાંડેસરા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ટોળાને ઘરે જવા માટે કહી કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ત્રણ જેટલા પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના પોલીસ સ્ટેશનોમાંથી પોલીસના જવાનોએ ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે પ્રરપાંતીય ટોળા પોતાના વતન જવા માટે ભેગા થયા હતા. આ સમયે પોલીસે તેઓને સમજાવીને ઘરે રહેવાની વાત કરી હતી. કોરોના વાયરસની મહામારીના કારણેે સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી અહીં રહેવાની સલાહ આપી હતી એટલું જ નહિ પોલીસે તેમને જમવાની વ્યવસ્થા પણ કરી આપવાની વાત કરી છતાં કેટલાક તોફાની તત્વોએ ટોળાને ઉશ્કેર્યા હતા. જેના કારણે ટોળાએ પોલીસ પથ્થરમારો કરી કર્યો હતો. પાંડેસરા પોલીસે મામલો થાળે પાડી તોફાની તત્વોને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...