તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીતભૂદ્રક ગામે રહેણાંક વિસ્તારમાં આવી દીપડો કૂતરાને ઉપાડી ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ તાલુકાના ભીતભુદ્રક ગામનાં ખેતર ફળિયા નજીક આવેલ ઘરો પાસે ગતરાત્રિ દરમિયાન દીપડાએ રહેઠાણ વિસ્તારમાં આવીને એક કુતરાનો શિકાર કરી ગયા બાદ બીજા કૂતરાને બચકુ ભરતા બૂમાબૂમ થતાં લોકો દોડી આવ્યા હતાં. દીપડો શિકાર કરેલ કૂતરાને મૂકી ભાગી ગયો હતો.

તાપી નદી કિનારે આવેલ ભીતભુદ્રક ગામનાં ખેતર ફળિયામાં છેલ્લા ઘણા દિવસોથી રહેઠાણ વિસ્તારમાં દીપડો દરરોજ આંટા ફેરા મારતો હતો. જેમાં ગતરોજ રાત્રિના 9:30 કલાકે ખેતર ફળિયાના ઘરોની વચ્ચે શિકાર ની શોધમાં દીપડો આવેલ હતો. જે દરમિયાન દીપડાએ એક કૂતરાને ઊંચકીને શિકાર કરી ગયો હતો. બાદ ફરી પાછો શિકારની શોધમાં આવ્યો હતો. દીપડાએ ફરી બીજા કૂતરાને બચકુ ભરતા બીજા કૂતરાઓ ભસવા માંડતા ગામ લોકો આવી ગયા હતા અને બૂમાબૂમ કરી બેટરી તેમજ લાકડી દંડા લઈને દોડી ગયા હતાં. લોકો પહોંચી જતાં દીપડો બીજા કૂતરાનો શિકાર છોડી ભાગવામાં સફળ થયો હતો, જે દરમિયાન ગતરાત્રિએ ગામના આગેવાનો ભેગા થઈ વનવિભાગને જાણ કરવામાં આવેલ હતી. વનવિભાગે રાત્રિ સમયે દીપડાને પકડવા એક પાંજરૂ ગોઠવ્યું છે.

દીપડો એક કૂતરા ને ખાઈ ગયા બાદ બીજાને બચકું ભરતા લોકો દોડી આવતાં દીપડો ભાગ્યો

ગત વર્ષોમાં આ ગામની બાળકી પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી

રાત્રે વીજળી મળતા ખેડૂતોને મુશ્કેલી

વીજકંપની રાત્રિ દરમિયાન વીજપાવર આપતાં ખેડૂતો રાત્રે ખેતરોમાં પાણી વાળવા જાય છે, જેથી ખેડૂતોમાં ભારે ગભરાટનો માહોલ ઊભો થયો છે.

2014માં આજ ગામમાં દીપડો એક છોકરીને ઉપાડી ગયો હતો

ઘણા ખેડૂતો ધાસચારો કાપવા દિવસે જાય ત્યારે દિપડો ખેતરોમાં શેરડીની અંદર આરામ કરતો જોવાં મળે છે અને દરરોજ ગામમાં આંટા ફેરા મારતો ઘણા ખેડૂતોએ જોયો છે. અગાઉ 2014માં આજ ગામની એક છોકરીને ઊપાડી ગયો હતો જે છોકરીનું મરણ થયુ હતુ. તેમજ ગતરોજ મોડી સાંજે ભીતભુદ્રક ગામનાં મગનભાઈ ગામીતના ઘરના આંગણામાંથી કૂતરાને ઉપાડી ગયો હતો. બીજાને બચકું ભરતા લોકો દોડી આવતાં દીપડો ભાગ્યો હતો. > યાકુબ ગામીત,ઉચ્છલ તાલુકા આગેવાન

_photocaption_દીપડાને પકડવા મુકેલ પાંજરુ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...