ડાંગમાં મણે રૂ. 700માં વેચાતો ભીંડો 100માં આપવા મજબૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા | ડાંગમાં ભીંડાની ખેતી કરતા ખેડૂતોને લોકડાઉનથી મોટુ નુકશાન થયંુ છે. વેપારી દલાલોએ તકનો લાભ લઈ ભીંડાનાં બજારમાં મંદીનો માહોલ બનાવી દીધો છે. ખેડૂતોએ 20 કિલોનો ભીંડાનો ભાવ રૂ. 600 થી 700 મળતા હતા. હાલ વાંસદા, ઉનાઈ, ડોલવણમાં વેપારી દલાલો દ્વારા માત્ર 50 થી 100 સુધીમાં ખરીદી રહ્યાં છે અને બજારો અને માર્કેટમાં ઉંચા ભાવે વેચાતા હોય છે. લોકોને બજારમાં ભીંડા 250 ગ્રામ 30 રૂપિયાનાં ભાવે વેચાતા હોય છે આમ લોકોને ભીંડા ઉંચા ભાવે જ મળે છે.
અન્ય સમાચારો પણ છે...