બારડોલીમાં શાક માર્કેટની ભીડ ઓછી થતાં હાશકારોે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારોડલી નગરનમાં શાકભાજી ખરીદી માટે થતી ભીડને અટકાવવા માટે પાલિકાએ અલગ અલગ 13 જગ્યા નક્કી કરી હતી, જેમાં શુક્રવારે પાલિકાની ટીમ વહેલી સવારે સ્થળ પર હાજર રહી શાકભાજીનો ધંધો કરનાર થનાર અને લારીવાળાને જગ્યાની ફાળવણી કરી આઈકાર્ડ આપવામાં આવ્યા હતાં. જોકે, 13 જગ્યા ફાળવાયા બાદ અમુક માર્કેટ વિસ્તારમાં ભીડ ઓછી જોવા મળી હતી.

બારડોલી નગરમાં શુક્રવારે મળસ્કે પાલિકાની એક ટીમ શાકભાજી માર્કેટમાં થતી ભીડને અટાકવવા તલાવડી પર બેસી ગઈ હતી અને ગુરુવારે નક્કી કરેલ 13 જગ્યાઓ પર શાકભાજીનો ધંધો કરાવવા માટે થેલા અને રાલીવાળાને જગ્યા ફાળવવામાં આવી હતી. સાથે સાથે આઈકાર્ડ પણ આપવામાં આવ્યો હતો. જોકે, નવી જગ્યા ફાળાવવા આવતાં લીમડાચોકમાં ભીડ ઓછી થઈ હતી. બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમે પણ સતત દવા અને પાઉડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...