ગમે તે પરિસ્થિતીમાં ડ્યુટી કરવી એ મારી જવાબદારી સમજું છું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિટી રિપોર્ટર . સુરત

કોરોનાથી બચવા માટે લોકો પોત-પોતાની રીતે તૈયારી કરી રહ્યાં છે. કેટલાક લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે તો કેટલાકે ઘરે બેસીને કામ કરવાની શરૂઆત કરી દીધી છે. જોકે શહેરના ઘણા હીરો એવા પણ છે જે આવી પરિસ્થિતિમાં પણ પોતાના સ્વાસ્થ્યની ચિંતા છોડીને સેવા આપી રહ્યાં છે. સિટી ભાસ્કરની ટીમ શહેરના આવા જ હીરોની કહાની તમારી સમક્ષ લાવી રહ્યું છે.

} કોરોના વાયરસ તો અત્યારે આવ્યો છે. આ પરિસ્થિતિમાં ઘણા દર્દીઓ અહીંયા આવતા-જતા રહે છે. જેથી હોસ્પિટલમાં વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાની મારી ફરજ છે. એટલે હું માસ્ક પહેરીને પણ મારી ડ્યુટી પુરી કરુ છું. મારા માટે ગમે તે સ્થિતિમાં ડ્યુટી કરવી એ પ્રાથમિકતા છે. -દીનેશ નાયક, સિકયોરિટી ગાર્ડ, સિવિલ હોસ્પિટલ

Heroes Of City
અન્ય સમાચારો પણ છે...