તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકલ પંચાયતની કોરોના સામે પગલાં ભરવા તાત્કાલિક મિટિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાની વાંકલ ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસથી બચવા સાવચેતીના પગલાં ભરવા માટે તાત્કાલિક ધોરણે સરપંચના અધ્યક્ષ સ્થાને ચૂંટાયેલ સભ્યોની મિટિંગ યોજાઈ હતી. જેમાં જાહેર સ્થળો ઉપર થુંકવા સહિત ગંદકી ફેલાવનારા વિરુદ્ધ સરકારના પરિપત્ર મુજબ દંડનીય કાર્યવાહી કરવી અને 22મીના રોજ જનતા કરફ્યુમાં જોડાવા મુદ્દે લોકોને અપિલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરપંચ ભરતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મિટિંગમાં કોરોના વાયરસ સામે તકેદારીના પગલા રૂપે વાંકલ ગામમાં લારી ગલ્લાવાળા હોટલ રેસ્ટોરન્ટવાળા અને ખાણી પીણીની વસ્તુ વેચનારી વેપારીઓને જાહેર નોટિસથી સૂચના આપવામાં આવેલ છે. જેમાં દરેકે સેનેટાઈઝર અને હેન્ડવોસ ફરજિયાત રાખવું. નહીં રાખનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે. તેમજ ગંદકી કરનાર થુંકનાર વિરુદ્ધ 50થી 500 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે. વધુમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ જાહેર અપિલ 22 મીના રોજ સવારે 7થી રાત્રિના 9.00 વાગ્યા સુધી જનતા કફ્યુમાં જોડાવા વાંકલ ગ્રામ પંચાયત દ્વારા કોલોનો અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...