પત્નીની સર્જરી બાદ પતિએ ભીની આંખે પોલીસને કહ્યું,‘ઘરે કેવી રીતે જશું’ અને પોલીસ મૂકી આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિનિયર સિટીઝને અઠવાગેટની ટ્રાફિક પોલીસ ચોકી આવી રડતા રડતા એવુ કહ્યું કે સાહેબ મારે ઘરે કેવી રીતે જવુ, કોઈ વાહન નથી, હોસ્પિટલ પણ વાહન મળતું નથી. બધુ બંધ છે. મારે જવું કેવી રીતે, બસ આટલી વાત સાંભળી ટ્રાફિકના એસીપી મેવાડાએ તેને શાંત પાડી તેની વાત સાંભળી પોતાની સરકારી જીપમાં બેસાડી હરી સાપરીયાને અઠવાલાઇન્સની મહાવીર કાર્ડીયાક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા તેમની પત્ની રાહ જોતી હતી. હરીભાઈ સાપરીયા અને તેની પત્નીને પોલીસે જીપમાં બેસાડી વેડરોડ વિજયનગર સોસાયટીમાં તેના ઘરે પહોંચાડી આવા સંકટ સમયે માનવતાનું કાર્ય કર્યુ છે. જે ખરેખર કાબીલે તારીફ કહી શકાય.

કહ્યું હોત તો અમે બીજી વ્યવસ્થા કરી આપી હોત

પેશન્ટનું મા-કાર્ડ હતું, ડિસ્ચાર્જ પછી ઘરે જવાના 300 રૂપિયા આપે છે. રૂપિયા અમે હોસ્પિટલમાંથી આપ્યા પછી અમને સરકારમાંથી મળી જાય છે. બાકી અમને કહેવામાં આવ્યું હોત અમે તેને વ્યવસ્થા કરી આપી હોત. બાકી એમ્બ્યુલન્સ માટે અમે ના પાડી નથી. > ડો. એમ.ડિસિલ્વા, મેડિકલ ડાયરેકટર-મહાવીર કાર્ડિયાક હોસ્પિટલ

સરકારી ગાડીમાં અમે ઘરે મોકલ્યા

મહિલાને હોસ્પિટલમાંથી બુધવારે સાંજે રજા અપાઇ હતી. બધુ બંધ હોવાથી ઘરે જવાની સમસ્યાને લઇને હરીભાઈએ મુખ્યમંત્રી કાર્યાલય પર કોલ કરતાં અઠવા પોલીસ સ્ટેશને જવાનું કહેવામાં આવ્યું, જેથી અઠવા પો.સ્ટેશન જતાં તેઓને સરકારી ગાડીમાં ઘરે મોકલ્યા હતા. એચ.ડી. મેવાડા-એસીપી-ટ્રાફિક પોલીસ

અઠવાગેટ ટ્રાફિક પોલીસ કર્મી.એ સિનિયર સિટીઝન્સ દંપતિની મદદ કરી

અન્ય સમાચારો પણ છે...