તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો. મીડિયામાં કોરોના અંગે અફ‌વા ફેલાવનારા સામે ગુનો નોંધાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : કોરોના વાઇરસના કારણે દહેશતનો માહોલ ફેલાયો છે આવી ગંભીર પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા મારફતે અફવા ફેલાવનારા સામે પોલીસ ગુનો દાખલ કરીને સખત કાર્યવાહી કરશે. શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં મલ્ટીપ્લેક્ષ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ,થીયેટર, ક્લબ હાઉસ, ખાનગી શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન ક્લાસ બંધ કરવાના આદેશ આપ્યો છે. આ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો મોલ સિવાયના તમામ સંસ્થા બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોના વાઇસર અંગે ભય ફેલાઇ તેવી કોઇ પણ પ્રકારની અફ‌વા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે નહીં ફેલાવવા જણાવ્યું છે. જે આવી અફવા ફેલાવશે તેની સામે ગુનો દાખલ કરવાનો કમિશનરે આદેશ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...