તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોમ ક્વોરન્ટાઈન યુવક રાજસ્થાન ભાગ્યો, ગુનો દાખલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરવત પાટિયા નેમીનાથ નગર સોસા‌યટીમાં રહેતો અને આરકેટીમાં કામ કરતો યુવક હોમ ક્વોરન્ટાઈન કરાયો હતો. આ યુવક ઘર બંધ કરીને રાજસ્થાન ભાગી જતા પોલીસ અને કોર્પોરેશન દોડતું થઈ ગયું છે.

લિંબાયત પોલીસના જણાવ્યા અનુસાર પરવત પાટિયા ખાતે રહેતો ચેનકુમાર સ્વરૂપચંદ્ર રાઠી આરકેટીમાં કામ કરે છે. આરકેટીના એક વૃદ્ધ વેપારીનો કોરોના પોઝિટવ આવતા ઘણાંને ક્વોરન્ટાઈન કરાતા તેમાં ચેનકુમાર( 27 વર્ષ) પણ કરાયો હતો. પાલિકા અધિકારી શુક્રવારે ચેનકુમારના ઘરે મોનિટરિંગ માટે જતાં તાળું હતું. તેને ફોન કરતા ચેનકુમારે જણાવ્યું હતું કે તે રાજસ્થાન આવી ગયો છે. એટલે કોર્પોરેશનના આરોગ્ય નિરિક્ષક રાજેશ મનહરલાલ મોદીએ ચેનકુમાર વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...