તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવી મામલતદાર કચેરીએ નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા | કોરોના વાયરસ સામે રોગ પ્રતિકાર શક્તિ મેળવવા પરંપરાગત આયુર્વેદ ઔષધિયોનો સહારો લેવાઈ રહ્યો છે. ગણદેવી મામલતદાર કચેરીએ કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેનો કર્મચારીઓ અને મુલાકાતીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો. વલોટી આયુર્વેદ તબીબ ટીમે કોરોના વાયરસ સામે તકેદારી રાખવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગણદેવી મામલતદાર અશોક નાઈક, કે.પી.નાગર, જયેશ દેસાઈ, સતીશ પટેલ સહિત અધિકારીઓ અને કામકાજ અર્થે આવતા મુલાકાતીઓએ ઉકાળાનો લાભ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...