ખારેલ પંથકના ગામોનું લોકડાઉનને પૂર્ણ સમર્થન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવીના ગામોમાં સેનેટાઇઝેશન કરાયું

ખારેલ | ગણદેવી તાલુકાના ખારેલ પંથકના ગામોમાં કોરોના વાઇરસને પગલે વડાપ્રધાન ને દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે.

આ લોકડાઉનના સમર્થનમાં ધનોરી, પીપલધરા, ખાપરીયા, ગણદેવા અને એંધલ જેવા ગામોમાં આનો કડક અમલ કરાવવા સરપંચોએ ભારે કમર કસી છે અને આ ગામોમાં દવાઓનો છંટકાવ પણ કરાય રહ્યો છે.

અત્યાર સુધી ગામોની બધી દુકાનોમાં વગર કામની ભીડ જોવા મળતી હતી જે ને લઈને આ ગામોના સરપંચોએ દુકાનવાળાઓને સવારે અને સાંજે નિશ્ચિત સમયે જ દુકાનો ખોલવાની સુચના આપવામાં આવી છે. ગામોમાં બહારગામની વ્યક્તિઓને પ્રવેશબંધી ફરમાવી છે અને કોઈ ઘરે કોઈ વ્યક્તિ વિદેશથી આવી હોય તો સરપંચને જાણ કરવા સહિત બેનરો લગાવવામાં આવ્યા છે.

ખારેલ સહકરી મંડળીના પ્રમુખ અભિષેક પટેલનો ફોન દ્વારા સંપર્ક કરતા જણવ્યું હતું કે ખારેલ સહકારી મંડળીનું કામકાજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ 25મી માર્ચથી અનિશ્ચિત સમય સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે તથા કેએસએમ સુપર માર્કેટ અને કોર્નર ઉપર જીવન જરૂરી ચીજવસ્તુનું વિતરણ સવારે 8થી 10 અને સાંજે 5થી 7 દરમિયાન કરવામાં આવશે એવું
જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...