તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી પોઝિટીવ દર્દીના નામ-સરનામા જાહેર કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના સમયમાં શહેરમાં રહેતા અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા ભાડુઆત પાસે બે મહિના સુધી ભાડુ ન લઇ રાહત આપવા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ મકાન માલિકોને અપીલ કરી છે. કમિશનરે જણાવ્યું કે આવતીકાલથી તમામ પોઝિટીવ દર્દીના નામ, સરનામા મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. જેથી કે આ વ્યકતિના કોઇ સંપર્કમાં આવ્યા હોઇ તો તે લોકો ટોલ ફ્રી નંબર 1800 123 8000 ઉપર પોતાની માહિતી આપે. જેથી તેમના હેલ્થની તપાસ થઇ શકે. આ ઉપરાંત અત્યાર સુધીમાં શહેરમાં 50.77 લાખના ડોર ટુ ડોર સર્વે સામે 49 લાખનો સર્વે પૂર્ણ થઇ ગયો છે. ડોર ટુ ડોર સર્વેમાં સુરત ગુજરાતમાં પ્રથમ નંબરે છે. આજે 1050 સહિત અત્યાર સુધીમાં 8 હજારથી વધુ સ્થળોએ ડીસ ઇન્ફેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

કમિશનરે વધુમાં જણાવ્યું કે ઉધના, સચીન, ડીંડોલી, ભેસ્તાન, પાંડેસરા, વેડરોડ, અમરોલી, લિંબાયતમાં મોટી સંખ્યામાં લેબરો રહે છે. તે ભોજનથી વંચિત ન રહે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સહાય માટે આગળ આવે.

સંપર્કમાં આવેલ વ્યક્તિએ જાણ કરવી

અન્ય સમાચારો પણ છે...