તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતરમાંથી શાકભાજી સીધું ગ્રાહકો સુધી પહોંચાડાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને લઈને 21 દિવસના લોકડાઉન ની પરિસ્થતિમાં શાકભાજી વેચતા ફેરિયા અને દુકાનદારોએ શાકભાજીના ભાવો બમણા કરી સામાંન્ય અને ગરીબ લોકોને લુંટવાનું ચાલુ કરતા શાકભાજીના ઉંચા ભાવોની લુંટથી લોકોને રાહત અપાવવા પીપોદરા ગામના ખેડૂતે બજાર કરતા અર્ધી કીંમતે અને ખેતરમાંથી સીધી શાકભાજી વેચવાણ કરવા સાથે ખેત મજુરોને વિનામુલ્યે શાકભાજી આપી મદદરૂપ થયા છે .

લોકડાઉનની પરિસ્થતિમાં લોકો ઘરમાં રહેતા થયા સાથે જ દુકાનો અને બજારો બંધ રહેતા જીવન જરૂરી ચીજ વસ્તુ લેવામાં મુશ્કેલી થવા સાથે દુકાનદારો દ્વારા ભાવ બમણા કરી ખોટી લુંટ ચલાવાટી હોવાનું સાંભરવા મળી રહ્યું છે આટલુંજ નહી પણ શાકભાજીના ભાવો પણ બમણા કરી લુંટ ચલાવી રહી હોઈ ત્યારે માંગરોળ તાલુકાના પીપોદરા ગામના ખેડૂત સંકેતભાઈ મોહનભાઈ પટેલ કે જેમનું પીપોદરા ઇન્ડસ્ટ્રી નજીક ખેતર આવેલ હોઈ અને હાલ તેમાં ગલકા નો પાક આવતો હોઈ તેમને સેવા ભાવે શાકભાજી વેચવાનું નક્કી કરી પોતાના ખેતરમાંથી સીધું શાકભાજી વેચાણકરી અનોખો દાખલો બેસાડ્યો છે. લોકડાઉન ને લઈને તેમાંન ખેતર નજીક રહેતા પરપ્રાંતિ લોકોને શાકભાજી ખરીદવામાં તકલીફ પડવા સાથેજ ડબલ ભાવ કરીને ઉઘાડી લુંટ ચલાવતી હોવાનું તેમના ધ્યાને આવતા તેઓ પરિવારજનો સાથે મળી છેલા બે દિવસથી ખેતરમાં થયેલા ગલકાનું સીધું વેચાણ કરી રહ્યા છે.

સંકેતભાઈના કહેવા પ્રમાણે હાલ બજારમાં 50 રૂપિયે કિલો વેચાતા ગલકા તેમેણે માત્ર 20 રૂપિયે કિલોમાં વેચાણ કરતા બે દિવસમાં 400કિલો ગલકા નું ખેતરમાંથી સેવાભાવે વેચાણ કરવા સાથેજ આટલું નહી હોઈ ત્યાં હાલ કુડસદ, ક્ન્યાશી અને પીપોદરા ગામમાં શેરડી કટિંગ અર્થે આવેલા મજુરો રહેતા હોઈ તેમને પણ તકલીફ પડતા સંકેત ભાઈએ તમામ મજુરોને બે દિવસમાં 100કિલો ગલકા મફત આપી સેવાકીય કામગીરી પણ કરી બતાવી છે. હાલ લોકડાઉન ની પરિસ્થતિમાં શાકભાજી વેચતા ફેરિયા અને દુકાનદારો દ્વારા લોકો સાથે ઉઘાડી લુંટ ચલાવાઈ રહી છે ત્યારે સંકેત ભાઈએ સેવાભાવે નજીવી કીમતે અને ખેતરમાંથી સીધું શાકભાજી વેચવાની પહેલ કરી છે જે જોઈને જિલ્લાના અન્ય ખેડૂતો પણ આવી કામગીરી કરેતો લોકોને સહેલાઈથી શાકભાજી મળી રહે અને લુંટાતા પણ બચે.

_photocaption_સોસ્યલ ડિસ્ટન્સ સાથે પીપોદરાના ખેડૂતે સેવા ભાવે ખેતરમાંથી સીધુ શાકભાજીનું વેચાણ કર્યું*photocaption*
અન્ય સમાચારો પણ છે...