તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસંબામાં કરિયાણાની ફ્રી હોમ ડિલેવરી શરૂ કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોસંબા એપીએમસી દ્વારા અનાજ કરિયાણાની તરસાડી કોસંબા વિસ્તારમાં ફ્રી હોમ ડિલેવરી સોમવારથી શરૂ કરશે. ઓર્ડના બીજા દિવસે 12થી 4માં માલની ડિલેવરી કરવામાં આવશે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી કોસંબા એપીએમસી દ્વારા ચેરમેન રાજુભાઈ પાઠક તેમજ સેક્રેટરી અજિતસિંહ અટોદરિયા દ્વારા કોસંબાના સ્થાનિક વેપારીઓ સાથે વિચાર વિમર્સ કરી કોસંબા તરસાડીમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિનેે ધ્યાનમાં લઈ લોકો ઘરમાંથી બહાર અનાજ કરિયાણા લેવા આવે છે તેઓ ઘરમાં સુરક્ષીત રહી અનાજ કરિયાણાની હોમ ડિલેવરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 500 રૂપિયાથી વધુના સામાનની ડિલેવરી કરવામાં આવશે. જે માટે એપીએમસીના વોટ્સઅપ નં 98799 22424 ઉપર પોતાનું નામ, સરનામું અને જરૂરિયાતનું લીસ્ટ મોકલાવાનું રહેશે. જે લોકોને ઓર્ડર નોંધાયાના બીજા દિવસે 12થી 4 દરમિયાન હોમ ડિલેવરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...