પગપાળા વતન જતા ગરીબ મજૂરો માટે વિનામૂલ્યે એસટી બસો દોડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલેક્ટર ડો. ઘવલ પટેલ, કામરેજ પી. આઇ. જે. બી. વનાર અને સુરત એસટી નિગમના નિયામક સંજય જોષીએ મળીને માનવીય અભિગમ દાખવીને આઠ એસટી બસની વ્યવસ્થા કરી છે. ગરીબ મજૂરો ચાલી ચાલીને દાહોદ, ગોધરા, પંચમહાલ અને છોટા ઉદેયપુર જઈ રહ્યા છે. તેવામાં ખાવા-પીવાની કોઈ પણ વ્યવસ્થા ના હોવાથી ગરીબોની દયનીય દશા થઈ ગઈ છે. કામરેજ પોલીસ મથકના જવાનોએ મળીને ગરીબ મજૂરોને ખાણી-પીણીની વ્યવસ્થા પણ પૂરી પાડી હતી.
અન્ય સમાચારો પણ છે...