તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Vyara News Four Or More Individuals Are Banned From Gathering In Connection With The Corona Virus In The Tapi District 075542

તાપી જિલ્લામા કોરોના વાયરસ સંદર્ભે ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં કોરોના વાયરસ COVID-2019ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ તેના કેટલાક કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-2019 ની ફેલાતો અટકાવવા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે, જે અનુસંધાને કોરોના વાયરસ COVID-2019 ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે નીચે મુજબની વિગતે તાપી જિલ્લાના હદ વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ37(4)તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ–144 થી મળેલ સત્તાની રૂએ સમગ્ર તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, કુકરમુંડા, ડોલવણ તાલુકા વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવાઇ છે. જે મુજબ આ જાહેરનામુ તા.31/03 /20 માં આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. ગુજરાત પોલીસ એક્ટ કલમ–163 મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર સામે આઈપીસી કલમ188 મુજબ ફરીયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

તાપી જિલ્લામાં નાગરિકોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું

1 જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત ગેરાયદેસર રીતે 4થી વધુ વ્યકિતઓએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સભા સરઘસ, રેલી, મેળાવડા માટે મંજુરી લેવાની રહેશે.

2 જિલ્લામાં આવેલ જાહેર મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટયગૃહો, મેળાઓ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટીપ્લોટ કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તથા ખાનગી બગીચો, પાન-તમાકુની દુકાનો બંધ રાખવાની રહેશે.

3 જિલ્લામાં આવેલ જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, ડાન્સ કલાસીસ, રીક્રીએશન કલબ, લગ્નવાડી, ગેમ ઝોન કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.

4 જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન કલાસિસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા

5 જિલ્લામાં આવેલ તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો અને તમામ જાહેર ખાનગી સ્થળો કે જયાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા જાહેર સ્થળોના સંચાલકોએ કોરોના વાયરસ COVID-2019ને ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સેનીટાઈઝેશન અને હાઈજીનની વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવીે.

6 કોઈપણ વ્યકિત સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

7 જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર દેશમાંથી છેલ્લા 14 દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કંટ્રોલ રૂમ નં.91-11-233988046 અથવા કંટ્રોલરૂમ હેલ્પલાઈન નં. 104 ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કલમ-144 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો મુકાયા

અન્ય સમાચારો પણ છે...