તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને પગલે બારડોલી પાલિકાની સભા મુલતવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી પાલિકાની સામાન્ય સભા શુક્રવારે મળનાર હતી. જેને કોરોના વાયરસને રદ્દ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરનું 144 ધારા હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ થતાં જેના પગેલે બજેટ માટે મળનાર સભા મુલ્તવી રાખવાની ફરજ પડી છે.

બારડોલી નગરપાલિકાનું વર્ષ 20-21નું બજેટ અને નગરના ડીપી- ટીપી રસ્તા ખુલ્લા કરી દબાણ દૂર કરવા બાબતે ચર્ચા વિચારણા કરવાના મહત્વના એજન્ડા સાથે સામાન્યસભા મળવાની હતી, પરંતુ ગુરુવારે રાત્રે જ જિલ્લા કલેક્ટરે 144 ધારા હેઠળનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં શુક્રવારે મળનારી પાલિકાની સામાન્યસભા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. સામાન્ય સભા ગરમાય તેવો માહોલ હતો. પરંતુ કોરોના વાયરસને પરિણામે સભા મુલતવી રહેતા પદાધિકારીઓ કદાચિત હાશકારો અનુભવ્યો હશે.

અન્ય સમાચારો પણ છે...