તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડોદરામાં એપાર્ટમેન્ટ સેનેટાઇઝ કરવા મુદ્દે 2 કોર્પોરેટરમાં ચકમક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના કહેરને નાથવા નગર પાલિકા તમામ પ્રયાસો કરી રહી છે.તેમજ તમામ કોર્પોરેટને પોતાના વોર્ડ વિસ્તારની તકેદારી રાખવા જણાવ્યું હતું.શનિવારના રોજ કડોદરા નગર વિસ્તારમાં આવેલ મણિનગરમાં પાલિકા દ્વારા સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું હતું.જે દરમિયાન સ્થળ પર હાજર કડોદરા પાલિકાના દંડક તેમજ કોર્પોરેટર નિલેશ ટેલર પણ હાજર હતા.સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટના રહીશોએ તેઓને સેનેટાઇઝ બરાબર થયું નથી અને કેટલાક ભાગમાં તો થયું જ નથી એમ જણાવ્યું હતું.઼

આ મુદ્દે કોર્પોરેટ આશાબહેન અરોરા પણ સ્થળ પર આવ્યા હતા અને નિલેશભાઈને જણાવ્યું હતું કે અહીં એકજ વાર સેનેટાઇઝ થયું છે અને કેટલાક ભાગમાં તો થયું જ નથી અહીંના રહીશોની ફરિયાદ યોગ્ય છે તો નિલેશભાઈએ આશાબહેનની ઝાટકણી કાઢતા કહ્યું કે જો એમ હોઈ તો તમારે અહીં હાજર રહેવાનું હતું જેવા ઉશ્કેરણી શબ્દ કહી વાતાવરણ તંગ બનાવ્યું હતું એટલું ઓછું હોય તેમ નિલેશ ટેલરે સ્થાનિકોને ઘરના ઘૂસીને મારવા અને તેઓના વોટ જોઈતા પણ નથી એમ કહી કોર્પોરેટરે પોતાના જ વોર્ડના રહીશોને ધક્કે
ચઢાવ્યા હતા.

આ તમામ ઘટના સ્થાનિકોએ કેમેરામાં કેદ થતા સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં નેતાઓએ પ્રજાની સાંત્વના આપવાને બદલે તુમાખી ભર્યું વર્તન કેટલું યોગ્ય છે શું એકજ પાર્ટીના બે કોર્પોરેટર આમને સામને આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

લોકડાઉન દરમિયાન ટોળું ભેગું થતાં સોશિયલ ડિસ્ટન્સની ઐસી તૈસી

અન્ય સમાચારો પણ છે...