તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઇટર મહિલાઓ, જે બાળકને ઘરે મુકી ફરજ અદા કરે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ એવી મહિલાઓ છે જેને ખરેખર સલામ કરવી જોઇએ. કેમ કે આ મહિલાઓ નાના બાળકોને મુકી આવા સંકટ સમયે શહેરીજનોને કોરોનાનો વાયરસ ભડકી ન જાય તે માટે ખાસ કાળજી રાખી પોતાની ફરજ અદા કરી રહી છે. દિવ્ય ભાસ્કર પણ આવી ફાઇટર મહિલાઓને સલામ કરે છે. આજે આપણે વાત કરી રહ્યા છે. મહિલા પોલીસ, નર્સ અને મહિલા સફાઈ કામદારની..

લોકડાઉનમાં સુરત પોલીસ પોતાની જાનને જોખમમાં મુકી રસ્તાઓ પર બંદોબસ્તમાં ઊભી રહે છે અને કાયદા-વ્યવસ્થાને પ્રથમ પ્રાથમિકતા આપે છે. સાથે પરિવારની પરવાહ કર્યા વિના પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે, નવી સિવિલમાં આઇસોલેશન વોર્ડ જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેમની સાર સંભાળ સ્ટાફ નર્સ રાખી રહી છે. નર્સિંગ સ્ટાફે ઘરે પણ જવાનું નથી. તેઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. શહેર ગંદકીથી ન ઊભરાય જાય તે માટે પાલિકાનો સફાઈ સ્ટાફ પણ આવા સમયે રાત-દિવસ ખડેપગે તૈનાત છે. જેના કારણે થકી સુરત સાફ-સુધરુ છે. આવી જ મહિલાઓ વિશે દિવ્ય ભાસ્કરે જાણ્યું. વાંચો આ અહેવાલમાં...

6 મહિનાને દીકરીને નણંદ પાસે મુકી સફાઇ કરવા જાવ છું

મમ્મા ક્યારે આવશે? એવું મારી દીકરી પુછ્યા કરે છે

શાબાશ : મહિલા નર્સિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને સફાઇ કર્મચારીઓને સલામ, જેઓ માટે ફરજ જ પ્રથમ પ્રાથમિકતા છે

પોઝિટીવ દર્દીની સેવા કરવા 17 દિવસથી ડ્યુટી કરું છું

સંતાનોની સાવચેતી કેવી રીતે રાખવી તેના પર ઘરે વધુ ધ્યાન

_photocaption_સફાઇ કામદાર સુશિલાબેન*photocaption*

પાંડેસરા હાઉસીંગની વોર્ડ ઓફિસમાં કામ કરતાં સફાઇ-કામદાર સુશીલાબેન પોતાની 6 મહિનાની દીકરીને નણંદ પાસે મુકી આવી પોતાની ફરજ નિભાવી છે. મહિલાએ જણાવ્યું કે ઘણીવાર દીકરી રડતી હોય છે ત્યારે તેને મારી નણંદ દૂધ પિવડાવીને શાંત પાડે છે. કોરોના વાયરસનો ડર તો લાગે છે પરંતુ સાવચેતી રાખીને કામ કરી છીએ સાથે દીકરીની પણ આવા સમયે સાવચેતી રાખું છું. આવા સમયમાં સફાઇ કામ પણ ખુબ અગત્યનું બની જાય છે.

મમ્મા ક્યારે આવશે? એવંુ મારી દીકરી પૂછયા કરે છે. કદાચ તેણે મને વિડીયો કોલમાં જોઇ લીધી તો તે રડવા લાગે છે. અત્યારે હું નવી સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું. શરૂઆતમાં તો અમને ખબર ન હતી કે આ કોરોના પેશન્ટ છે. પછી અમને ખબર પડી એટલે કીટ પહેરી લીધી, કોરોના વોર્ડમાં સત્તત્ત 17 દિવસથી ડયૂટી કરી છે અને હાલમાં હોમ કોરોન્ટાઇનમાં હોસ્ટેલમાં છું. આજે 18 દિવસથી મે દીકરીનું મોં જોયુ નથી.

_photocaption_નર્સ અવની પટેલ*photocaption*

_photocaption_હેડ નર્સ, મિલકા ક્રિસ્ટિયન*photocaption*

વલસાડ ખાતે રહેતાં અને નવી સિવિલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતાં 56 વર્ષીય મિલકાબેન ક્રીશ્વયનને ડાયાબીટીસ, હાઇપર ટેન્શન, થાયરોઇડ અને એન્જીયો પ્લાસ્ટિક જેવા હેલ્થ ઇસ્યૂ હોવા છતાં તેમણે નિડર રહી તેમની ફરજ બજાવી છે. તેઓએ કોરોના વોર્ડમાં 17 દિવસ ડયૂટી કરી છે. ચેપનું જોખમ હોવા છતાં કામને પ્રથમ પ્રાથમિકતા આપે છે. તેઓ માને છે કે કપરા સમયમાં સમાજની સેવા કરવાનો ઉત્તમ સમય છે.

સુરત પોલીસમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ આઈ.એન.સાવલીયાની 11 મહિલાની દીકરી અને 3 વર્ષનો દીકરો છે. કોરોના વાયરસથી પોતાની અને સંતાનોની સાવચેતી કેવી રીતે રાખવી તેના પર ખાસ ધ્યાન આપે છે. તેઓ કહે છે કે હું ટેન્શનમાં નથી રહેતી, માત્ર સાવચેતી રાખું છું. ઘરે મારા પતિ બન્ને બાળકોને રાખે છે. ઘરે કામવાળી કે દૂધવાળા બન્ને બંધ કરી દીધા છે, મારી ફરજ અદા કરી ઘરના કામો પણ કરૂ છું.

_photocaption_PSI આઇ.એન. સાવલિયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...